By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આપ પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ, AAP નેતાઓએ મહિલા પાસે માંગ્યા 80 લાખ : ભાજપે બે વિડીયો જારી કર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આપ પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ, AAP નેતાઓએ મહિલા પાસે માંગ્યા 80 લાખ : ભાજપે બે વિડીયો જારી કર્યા
GeneralNationalPolitics

આપ પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ, AAP નેતાઓએ મહિલા પાસે માંગ્યા 80 લાખ : ભાજપે બે વિડીયો જારી કર્યા

HM News
Last updated: 21/11/2022 11:38 AM
HM News
3 years ago
Share
SHARE

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીએ એક સ્ટિંગ વિડીયો જારી કરીને આમ આદમી પાર્ટી (AAP) પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો છે.ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલાં બિંદુ શ્રીરામ પાસેથી ટિકિટ માટે 80 લાખ રૂપિયા માંગ્યા હતા. ભાજપે વિડીયો જારી કરીને જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ વૉર્ડ નંબર 54D થી કોર્પોરેટરની ટિકિટ આપવા માટે બિંદુ શ્રીરામ પાસેથી 80 લાખ રૂપિયાની માંગણી કરી હતી.તેમને તમામ રકમ એકસાથે આપવા માટે જણાવવામાં આવ્યું હતું,પરંતુ બિંદુએ કહ્યું હતું કે, તેઓ ટોકન તરીકે પહેલાં 21 લાખ આપશે,પછી 40 લાખ અને 20 લાખ રૂપિયા ચૂકવશે.જોકે, તેમને ના પાડી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે, લોકસભામાંથી પહેલેથી જ 8 નેતા પૈસા આપી ચૂક્યા છે.

ભાજપે બે વિડીયો જારી કર્યા છે.જેમાં પહેલા વિડીયોમાં એક મહિલા (બિંદુ શ્રીરામ) અને બે વ્યક્તિઓ વાતચીત કરતા જોવા મળે છે.જેમનો એક વ્યક્તિ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પુનિત ગોયલ હોવાનું કહેવાય છે.અન્ય વ્યક્તિ દિનેશ શ્રોફ છે. વિડીયોમાં તેઓ ત્રણેય ટિકિટ માટે પૈસાની વાત કરતા સંભળાય છે.વિડીયોમાં આમ આદમી પાર્ટીના માણસો મહિલાને સંપૂર્ણ રકમ આપવા માટે કહીને કહે છે કે, જો તેઓ રૂપિયા આપે તો જ તેમનું નામ આગળ મોકલવામાં આવશે.નેતાઓ તેમને કહે છે કે, લોકસભા વિસ્તારના આઠ ઉમેદવારોના પૈસા આવી ગયા છે જેથી જો તેમનું નામ પાંચ સભ્યોની સમિતિ પાસે મોકલવું હોય તો પૈસા ચૂકવવા પડશે.વિડીયોમાં મહિલા વારંવાર કહે છે કે તે અડધી રકમ હમણાં આપે અને ત્યારબાદ બાકીની રકમ ચૂકવી દેશે.જોકે, AAP નેતાઓ ઇનકાર કરીને કહે છે કે તેઓ 80 લાખ રૂપિયાની સંપૂર્ણ રકમ એકસાથે જ મોકલી આપે.

केजरीवाल की शह पर आम आदमी पार्टी के नेता उगाही करने में लगे हुए हैं। #AAPStopFoolingDelhi pic.twitter.com/AxayUXnv9u

— BJP Delhi (@BJP4Delhi) November 21, 2022

અન્ય એક વિડીયોમાં બિંદુ શ્રીરામ એક કારમાં એક વ્યક્તિ સાથે વાત કરતાં જોવા મળે છે.આ નેતા આર. આર પઠાનિયા હોવાનું કહેવાય છે.જેમાં પણ તેઓ પૈસાની વાત કરતા સંભળાય છે અને મહિલા નેતાને કહે છે કે તેઓ ‘ગ્રીન સિગ્નલ’ આપશે તો પોત પૈસા ચૂકવી દેશે.વીડિયોમાં બિંદુ શ્રીરામ એમ પણ પૂછે છે કે પાંચ સભ્યોની સમિતિમાં કોણ-કોણ છે? જેના જવાબમાં AAP નેતા ગોપાલ રાય,સૌરભ ભારદ્વાજ અને આતિશી માર્લેનાનું નામ લેતા સંભળાય છે.

પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, પુનિત ગોયલ રોહિણી વિધાનસભાના આમ આદમી પાર્ટીના કૉ-ઓર્ડિનેટર ઇન્ચાર્જ છે અને દિલ્હીના મંત્રી ગોપાલ રાયના પણ નજીકના માણસ છે.અન્ય એક વ્યક્તિ દિનેશ શ્રોફ છે,જેઓ પુનિત અને આર. આર પઠાનિયાના નજીકના વ્યક્તિ છે.આર. આર પઠાનિયા લોકસભા નોર્થ વેસ્ટ બેઠકના આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ હોવાનું કહેવાય છે.સંબિત પાત્રાએ તેમની કેજરીવાલ સાથેની તસ્વીર પણ બતાવી હતી.

પલસાણાના સાંકીથી નશીલા પદાર્થનું નેટવર્ક ઝડપાયું, 1142.74 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક પકડાયો
એનડીએ આગામી જૂનથી મહિલા કેડેટના પ્રથમ બેચને લશ્કરી તાલીમ આપશે
દિલ્હી – પંજાબ હરિયાણામાં વરસાદ
જ્યોતિરાદિત્ય સિંધિયાના પ્રભાવને ઘટાડવાની ફોર્મૂલા પર કામ કરી રહી છે બીજેપી, કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવો અને પછી.
મુંબઇની લોકલ ટ્રેનોમાં આ નાણાં વર્ષના અંત સુધીમાં નેશનલ મોબિલિટી કાર્ડનો અમલ
Share This Article
Facebook Email Print
Previous Article આપ સાથે છેડો ફાડી ચૂકેલા મહેશ સવાણી ભગવો ખેસ પહેરીને ભાજપનો પ્રચાર કરતા દેખાયા
Next Article ભલે તમે મને વડાપ્રધાનનું કામ સોંપ્યું હોય,પણ મારા દિલમાં તો નવસારી એમનું એમ જ હોય : PM મોદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up