By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આપ સાથે છેડો ફાડી ચૂકેલા મહેશ સવાણી ભગવો ખેસ પહેરીને ભાજપનો પ્રચાર કરતા દેખાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આપ સાથે છેડો ફાડી ચૂકેલા મહેશ સવાણી ભગવો ખેસ પહેરીને ભાજપનો પ્રચાર કરતા દેખાયા
GeneralGujarat Now

આપ સાથે છેડો ફાડી ચૂકેલા મહેશ સવાણી ભગવો ખેસ પહેરીને ભાજપનો પ્રચાર કરતા દેખાયા

HM News
Last updated: 21/11/2022 11:32 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાતમાં હવે વિધાનસભા ચૂંટણીને ખુબ જ જૂજ દિવસો બાકી રહ્યા છે.હવે દરેક મોટા ભજન નેતા કાર્યકર્તાઓનું પક્ષ છોડવા જોડાવાનું કામ પતી ગયેલું ભાસે છે.સાથે જે લોકો હમણાં સુધી કોઈ એક પક્ષ સાથે ખુલીને સામે નહોતા એ પણ હવે પોતાનો મત જણાવતા થયા છે.આવા જ એક કિસ્સામાં પૂર્વ આપ નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે ભાજપનો ખેસ પહેરીને પ્રચાર કરતા જોવા મળ્યા છે.

રવિવાર, 20 નવેમ્બરના રોજ ઉદ્યોગપતિ મહેશ સવાણી બોટાદમાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીના સમર્થમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરતા નજરે પડ્યા હતા.આ દરમિયાન તેમણે ભાજપનો ખેસ અને ટોપી બંને પહેરેલા હતા.તેમણે બોટાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભામાં પણ ભાગ લીધો હતો.

AAPમાંથી આપ્યું હતું રાજીનામુ

આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપીને રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી હતી.ઉદ્યોગપતિ મહેશ સવાણીએ જણાવ્યું કે, મારી ગુજરાતની જનતાને વિનંતી છે,હું સેવાનો માણસ છું,રાજનીતિ અને રાજકારણમાં આપમાં 6-7 મહિનાથી હતી,મને લાગે છે કે સેવામાં,તબિયતમાં પ્રોબ્લેમ હતો.હું તમામ પ્રકારના રાજકારણમાંથી આપમાં નહીં રહીને પાર્ટીનું કામ ન કરતા.હું સેવાનું કામ કરીશ.સમાજ સેવામાં કામ કરવું જોઇએ તેથી સેવાનું કામ કરીશ. પાર્ટીમાં જોડાયા બાદ સેવાનું કામ કરી શકતો નહોતો.તબિયતનું પણ ધ્યાન રાખી શકતો ન હતો.મને લાગતું હતું કે રાજનીતિમાં જઇને સારુ કરું,પરંતુ જે કરતો હતો તેમાં પણ હવે 50 ટકા પણ સમય નથી આપી શકતો.

સામાજિક કાર્યોમાં આગળ પડતા છે સવાણી

ઉદ્યોગપતિ મહેશ સવાણી પોતાના સેવાકાર્યોને લઈને સમગ્ર ગુજરાતમાં એક જાણીતું નામ બન્યા છે.ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે.વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સુરતમાં આવ્યા હતા.સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભાઈએ અઢળક સફળતા સાથે સારી એવી કમાણી પણ કરી.

આજે ડાયમંડ,એજ્યુકેશન,હોસ્પિટલ,રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી સવાણી ગ્રુપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે.આશરે 2500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ ગ્રુપના એમડી તરીકે કામ કરી રહેલા ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિને આગળ વધારી રહ્યાં છે.મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓમાં નાતજાતનો ભેદભાવ રાખ્યા વગર તેમના ધામધૂમથી લગ્ન કરાવે છે.એટલું જ નહીં છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરતા મહેશ સવાણીએ પોતાના દીકરાના લગ્ન પણ આ રીતે જ કરાવ્યા હતા.આ ઉપરાંત મહેશભાઈએ ઉરીમાં શહીદ થયેલા જવાનોના બાળકોના ભણતરનો ખર્ચની જવાબદારી લીધી હતી.

આજે અટલ બિહારી વાજપેયીની 97મી જયંતી,રાષ્ટ્રપતિ-વડાપ્રધાને સ્મૃતિ સ્થળ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના ચૂંટણી લડવા પર સસ્પેન્સ યથાવત
ગાંધીનગર એલસીબીએ અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો :લીંબડીયા ગામની સીમમાંથી ઝડપાયું ગોડાઉન
અમો તમને કયાં ફાઈવ સ્ટાર-કોવિડ સુવિધાનું કહ્યું હતું! દિલ્હી સરકાર પર હાઈકોર્ટની ફટકાર
કોણ છે મેહવિશ હયાત ઉર્ફે ‘ગેંગસ્ટર ગુડિયા’, જેને કહેવામાં આવી રહી છે દાઉદ ઈબ્રાહિમની નવી પ્રેમિકા!
Share This Article
Facebook Email Print
Previous Article અમારા ઉમેદવારોને કોંગ્રેસ ધમકાવી-ખરીદી રહી છે : ઓવૈસી : જુઓ વિડિઓ
Next Article આપ પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ, AAP નેતાઓએ મહિલા પાસે માંગ્યા 80 લાખ : ભાજપે બે વિડીયો જારી કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up