By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આફતાબને લઈ જતી પોલીસ વૅન પર તલવારથી હુમલાની કોશિશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આફતાબને લઈ જતી પોલીસ વૅન પર તલવારથી હુમલાની કોશિશ
GeneralNational

આફતાબને લઈ જતી પોલીસ વૅન પર તલવારથી હુમલાની કોશિશ

HM News
Last updated: 29/11/2022 10:22 AM
HM News
3 years ago
Share
SHARE

– હુમલાખોરોએ તેની વિરુદ્ધ નારાબાજી કરી અને ગાળો ભાંડી

દિલ્હી પોલીસ ગઈ કાલે રોહિણીની હૉસ્પિટલમાં આફતાબને પૉલિગ્રાફ ટેસ્ટ કરાવીને પાછો લાવી રહી હતી ત્યારે પોલીસની વૅન પર ચારથી પાંચ વ્યક્તિએ તલવારથી હુમલો કર્યો હતો.જોકે આફતાબ વૅનની અંદર સુર​િક્ષત હતો,પણ હુમલાખોરોએ તેની વિરુદ્ધમાં નારાબાજી કરી હતી અને તેને ગાળો ભાંડી હતી.આ હુમલાખોરોએ તેઓ હિન્દુ સેનાના સભ્યો હોવાનો દાવો કર્યો હતો.આ હુમલો થતાં જ વૅનમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર બહાર આવી ગયા હતા અને તેમણે ગન કાઢીને એ હુમલાખોરોને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. મલાખોરોએ કરેલા આ કૃત્ય વખતે ત્યાં મીડિયાના પ્રતિનિધિ હાજર હોવાથી તેમની એ હરકતો તેમના કૅમેરામાં પણ ઝડપાઈ ગઈ હતી.

દરમ્યાન શ્રદ્ધા વાલકર હત્યાકાંડની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે.શ્રદ્ધાની ગળું ઘોંટીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ૩૫ ટુકડા કર્યાનો તેના બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલા પર આરોપ છે.દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે હવે જે હથિયારથી ટુકડા કરાયા હતા એ હથિયાર હસ્તગત કર્યું છે.આ ઉપરાંત આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ બીજી યુવતી સાથે ડેટિંગ ઍપ પર ઓળખાણ કરી તેને ઘરે બોલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું કહેવાય છે.એ વખતે તેણે એ યુવતીને શ્રદ્ધાની વીંટી ગિફ્ટમાં આપી હતી હોવાનું પણ તપાસમાં જણાઈ આવ્યું છે.

નાશિકમાં પણ આફતાબને ફાંસી આપવાની માગ સાથે મોરચો

નાશિકમાં ગઈ કાલે મોટી સંખ્યામાં લોકોએ ‘વિરાટ હિન્દુ મૂક મોરચા’માં ભાગ લીધો હતો.તેમણે શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપી આફતાબને ફાંસીની માગ કરી હતી.નાશિકના અનેક વિસ્તારોમાં કૂચ કરનાર આ મોરચામાં ધર્માંતર અને લવ-જેહાદ પર અંકુશ સાથે જ ગૌહત્યા અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરનાર સામે પણ કડક પગલાં લેવાની માગ કરી હતી.

એલોન મસ્કે ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટિંગને પ્રોપેગન્ડા ગણાવી તેની સાથે વેર બાંધ્યુ
બારડોલી તાલુકાના ખડ-છિત્રા ગામે રૂ.141 લાખના ચેકડેમનું ખાતમુહૂર્ત
બળાત્કાર અને હત્યાની ઘટનાઓને કોર્ટના અનાદર સમાન ગણવા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
વિકાસ સહાય ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP, આશિષ ભાટીયાની નિવૃતિ બાદ ચાર્જ સંભાળશે
શાહીન બાગના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર શિવસેનાએ સામનામાં ઉઠાવ્યાં સવાલ
Share This Article
Facebook Email Print
Previous Article ગોપાલ ઇટાલિયાએ AAP માટે ઉભું કર્યું ધર્મ-સંકટ : સ્વામિનારાયણ સંપ્રદાયને ‘Bullshit’ અને ભક્તોને કહ્યા ‘ખોટા’
Next Article ઓરિજિનલ જૉની લીવર છે ત્યારે તમારી મિમિક્રી શું કામ જોઈએ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up