– કોરોના હિસાબે સાથે દ્રાઈવર કે બીજું કોઈ સાથે હતું નહીં : હમણા જ ભારતમાં તેમનું પિક્ચર રિલીઝ થયું હતું અને તેની વિગતો આપવા રાજકોટ ખાતે પણ આવ્યા હતા : ઘેરી ચિંતાની લાગણી ફેલાઈ
વિખ્યાત જાણીતા ઉદ્યોગપતિ રિઝવાન આળતીયાનું આફ્રિકામાં અપહરણ.આફ્રિકાના મોઝામ્બિકના માપુટો પાસેથી મૂળ પોરબંદરના ખોજા ઉદ્યોગપતિ શ્ રિઝવાન આડતીયાનું 2 થી 3 કલાક પહેલાં અપહરણ થયાનું જાણવા મળે છે.તેમની મોટર જંગલ જેવા વિસ્તારમાંથી રેઢી મળી આવી છે.કોરોના હિસાબે સાથે દ્રાઈવર કે બીજું કોઈ સાથે હતું નહીં.હમણાજ ભારતમાં તેમનું પિક્ચર રિલીઝ થયું હતું અને તેની વિગતો આપવા રાજકોટ ખાતે પણ આવ્યા હતા.ઘેરી ચિંતાની લાગણી.રિઝવાન ફાઉન્ડેશનના તેઓ સ્થાપક છે.મોટા ગજાના દાનવીર છે.કોજસ ગ્રુપના નામથી દુનિયાભરમાં અનેક મોલ ધરાવે છે.ભારતીય સમય મુજબ રાત્રે 11 આસપાસ મોઝામ્બિંકમાં ઝૂમબા માર્કેટથી ઘરે જાવા સેલ્ફ ડ્રાઇવિંગમાં નીકળેલ ત્યારે માટોલા પાસે આંતરી અપહરણ કરાયાનું જાણવા મળે છે.તેઓ મૂળ સૌરાષ્ટ્રના પોરબંદરના વતની છે.ભારત સરકાર ને પણ જાણ કરાઈ રહી છે.નરેન્દ્રભાઈને થોડા સમય પહેલા જ મળ્યા હતા


