તુર્કીના રાષ્ટ્રપતિ રિસપ તૈયબ અર્દોઆન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં ફરીથી કાશ્મીર રાગ આલાપવામાં આવતા વિશ્વ હિંદુ પરિષદ (VHP)એ બોલિવૂડ અભિનેતા આમિર ખાનને બરાબરનો હડફેટી લીધો છે.VHPએ આમિર ખાનની સાથો સાથ તેના પ્રશંસકોનો પણ બરાબરનો ઉધડો લીધો હતો.
વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાના શૂટિંગ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની એમિને એર્દોઆન સાથે આમિત ખાનની મુલાકાતને લઈને સવાલ ઉઠાવ્યો હતો કે,હવે એર્દોઆને ફરીથી કાશ્મીરના બહાને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું છે તો આમિર ખાન અને તેના સમર્થકો ક્યાં છે? કેમ તેઓ ચુપ છે?
વીએચપીએ આમિર ખાન અને તેની પત્ને કિરણ પર પણ વરસાવી આરોપોની ઝડી
બંસલે ટ્વિટ કરી કહ્યું હતું કે,, થોડા દિવસ પહેલા આમિર ખાન અને તેની ડરી ગયેલી પત્ની તુર્કીની ફર્સ્ટ લેડીને મળીને ફુલ્યાયે સમાતા નહોતા.હવે તેના જ પતિ એર્દોઆનની ભારત વિરોધી જેહાદી કરતુતો સામે આવી ગઈ છે. તો આમિર ખાન અને તેની પત્ની કેવુ અનુંભવી રહ્યાં છે તે દેશને જણાવવું જોઈએ.
થોડા વર્ષો પહેલા આમિર ખાને એક સમાચાર ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,તે અને તેની પત્ની કિરણ રાવ દેશની વર્તમાન સ્થિતિથી ખુબ જ ડરી ગયા છે. આમિરે તો ત્યાં સુધી કહ્યું હતું કે,તેની પત્નીએ તો મારી સાથે વાતચીત દરમિયાન પોતાનો ડર જાહેર કરતા કહ્યું હતું કે,શું આપણે ભારત છોડી દેવું જોઈએ? માટે આજે વિનોદ બંસલે પોતાના ટ્વિટમાં આમિર ખાનની પત્નીને ‘ડરેલી પત્ની’ કહીને બરાબરનો ટોણોં માર્યો હતો.
આમિર ખાનના ચાહકોને પણ બારબરના આડેહાથ લીધા
બંસલે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે – દુનિયાના સૌથી મોટા મંચ પર ટર્કિશ રાષ્ટ્રપતિના ભારત વિરોધી નિવેદનો વિરૂદ્ધ તેમણે પણ સવાલ ઉઠાવવા જોઈએ જે આમિર ખાનના પ્રશંસકો છે.એર્દોઆને ભારત વિરોધી જેહાદી ઝેર ઓકે તમારે પણ પોતાની અભિવ્યક્તિની આઝાદીના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે આમિરના સમર્થકોને સલાવ કર્યો હતો કે- શું તેઓ પોતાના સ્ટાર મિત્રને આ મામલે કંઈ જ નહીં પુછે?

