By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આર્કિટેક્ટની આત્મહત્યાના મામલે અર્ણબ ગોસ્વામીને આજે અલીબાગની અદાલતમાં હાજર થવાનું ફરમાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આર્કિટેક્ટની આત્મહત્યાના મામલે અર્ણબ ગોસ્વામીને આજે અલીબાગની અદાલતમાં હાજર થવાનું ફરમાન
GeneralNational

આર્કિટેક્ટની આત્મહત્યાના મામલે અર્ણબ ગોસ્વામીને આજે અલીબાગની અદાલતમાં હાજર થવાનું ફરમાન

HM News
Last updated: 07/01/2021 8:58 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ વડી અદાલતે વર્ષ ૨૦૧૮માં આર્કિટેક્ટ અન્વય નાઈકે કરેલા આપઘાતના કેસમાં રિપબ્લિક ટીવી ચૅનલના એડિટર ઇન ચીફ અર્ણબ ગોસ્વામી તથા અન્ય બે આરોપીઓને તેમની અરજીઓમાં સુધારો કરવા અને તેમની સામે ફાઇલ કરવામાં આવેલી ચાર્જશીટ રેકૉર્ડ પર મૂકવા માટે વધુ સમય આપ્યો હતો. આર્કિટેક્ટ અને ઇન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાઈકને આપઘાત માટે મજબૂર કરવાના કેસમાં વર્ષ ૨૦૨૦ના ડિસેમ્બરમાં ઇશ્યુ કરવામાં આવેલા સમન્સના અનુસંધાનમાં અર્ણબ ગોસ્વામી,ફિરોઝ શેખ અને નીતીશ સારડાએ આજે અલીબાગની મૅજિસ્ટ્રેટ્સ કોર્ટમાં હાજર થવાનું રહેશે.

અર્ણબ ગોસ્વામીએ ગયા વર્ષના નવેમ્બર મહિનામાં પોતાની સામે અલીબાગ પોલીસમાં નોંધાયેલો એફઆઇઆર રદ કરવાની માગણી કરતી અરજી મુંબઈ વડી અદાલતમાં કરી હતી.ત્યાર પછી પોલીસે ફાઇલ કરેલી ચાર્જશીટને પડકારી શકાય એ માટે એમાં સુધારા કરવાની માગણી કરી હતી.ગયા ડિસેમ્બર મહિનામાં એ માગણી વડી અદાલતે સ્વીકારી હતી.ગયા બુધવારે અર્ણબ ગોસ્વામીના વકીલ નિરંજન મુંદારગીએ ચાર્જશીટ દળદાર હોવાથી તેમ જ એ મરાઠીમાં હોવાથી એનો અનુવાદ કરાવવાનો હોવાનું જણાવતાં અરજીમાં સુધારા માટે વધુ સમય માગ્યો હતો. મુંબઈ વડી અદાલતે અરજીની આગામી સુનાવણી ૧૧ ફેબ્રુઆરી પર મુલતવી રાખતાં અર્ણબ તથા અન્ય બે આરોપીઓને પણ વધુ સમય ફાળવાયો હતો.

ખુબ ઓછા લોકો જાણે છે કે પં.શિવકુમાર શર્મા સંતુરની સાથે ઉત્તમ તબલા વાદક પણ હતા
અમેરિકામાં બંદૂકરાજ : કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં અંધાધૂંધ ગોળીબાર, એક બાળક સહિત 4ના મોત
ભારતનો ત્રીજી ટી-૨૦માં સાઉથ આફ્રિકા સામે ૪૮ રનથી વિજય : શ્રેણી જીવંત
દેશના જાણીતા એડવોકેટ હરીશ સાલ્વેએ 68 વર્ષની ઉંમરે કર્યા ત્રીજી વખત લગ્ન
વડોદરા દખેંદા ગ્રામ પંચાયતના તલાટીએ પેઢીનામું કરી આપવા માંગ્યા રૂ. 11 હજાર, ACB એ દબોચ્યો
Share This Article
Facebook Email Print
Previous Article Facebookને મોંધી પડી ઇટાલીયન એપના ફિચર્સની ચોરી, ચૂકવવો પડશે 34 કરોડનો દંડ
Next Article શેરબજાર જોખમી તબક્કામાં…!! ઉછાળે નફારૂપી વેચવાલીની શક્યતા…!!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up