આર્ડોર બેંક કૌંભાડમાં તપાસનો ધમધમાટ જોવામાં આવ્યો હતો.ગાંધીનગર CBIએ આ મામલે નવા ચાર ગુના દાખલ કર્યા છે.બેનામી કંપનીથી 14 હજાર કરોડની હેરાફેરીનાં પુરાવા મળ્યાં હોવાનો CBIની તપાસમાં ઘટસ્ફોટ સામે આવતા રાજ્યભરમાં ખડભડાટ જોવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે,આર્ડોર બેંક કૌંભાડની કડીઓ જોડતા ફેનીલ શાહ, ભરત શાહ,ગીતા શાહ પર રાઉટિંગ,રોટેશન મારફતે રકમ સગેવગે કરવાનો આક્ષેપ-આરોપ છે.તમામ લોકો દ્વારા વિવિધ બેંકોમાંથી લોન મેળવી રકમ સગેવગે કરાઇ હોવની વિગતો તપાસમાં બહાર આવી રહી છે.
જો બેંકનાં નાણાં સગેવગે થયા છે તેની પ્રાથમીક તપાસ પ્રમાણે કુંડળી બેસાડવામાં આવે તો,બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂ.164 કરોડની રકમ સગેવગે થઇ છે,જ્યારે ઉલ્લેખનીય ચે કે,આ મામલે અગાઉ ઇડીએ 200 કરોડની સંપત્તિ પણ જપ્ત કરી હતી.
આર્ડોર બેન્ક કાંડ : બેનામી કંપનીથી ૧૪ હજાર કરોડની હેરાફેરીના પુરાવા મળ્યા
અમદાવાદના થલતેજ વિસ્તાર સ્થિત કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા આર્ડોર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની સિસ્ટર કંપની આર્ડોર ગોબલ પ્રાઈવેટ લિ. અને કેમ-એજ પ્રાઈવેટ લિ.ની કંપનીઓમાંથી પણ ફેનીલ શાહ, ભરત શાહ, ગીતા ભરત શાહ તથા અન્યોએ કરોડો રૂપિયાની લોન મેળવીને નાણાં નહીં ભરતા ગાંધીનગર સીબીઆઈએ ચાર નવી એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં આશરે રૂ. ૧૪,૦૦૦ કરોડ જેટલી માતબર રકમ બેનામી કંપનીઓ બનાવી રાઉટિંગ અને રોટેશન મારફતે સગેવગે કરાયા હોવાની ય તપાસ હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેન્ક ઓફ ઇન્ડિયાએ સીબીઆઈમાં વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં લેખિત ફરિયાદો કરી હતી. જેના પુરાવા એકત્ર કરવા માટે સીબીઆઈને બે વર્ષ જેટલો સમય લીધો હતો.
કેમ-એજ કંપનીની સઘન તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે, આ કંપની મારફતે રૂ. ૪,૮૮૦ કરોડ જેટલી માતબર રકમ જુદી જુદી કંપનીઓને જુદા જુદા સમયે, માધ્યમે ટ્રાન્સફર કરી, રોટેટ કરી પાછા કંપનીની આવક કે નફા તરીકે બતાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં કેમ-એજ કંપની સાથે સંકળાયેલી વિવિધ નાની કંપનીઓને એપ્રિલ-૧૪થી ડિસેમ્બર-૧૬ના સમયગાળા દરમિયાન સીઈઆઈપીએલ કંપનીએ કુલ રૂ. ૪,૮૮૦ની રકમ ટ્રાન્સફર કરી. જેની સામે આમાંથી જે નાની કંપનીઓ સીઈઆઈપીએલ કંપનીની દેવાદાર હતી તેણે દેવા ચુકવણી પેટે આટલી જ રકમ પરત કરી હતી. આ જ રીતે આર્ડોર અને એજીપીએલ વચ્ચે આ જ રીતે આશરે રૂ. ૧૦,૩૦૩ કરોડ જેટલી જંગી રકમ આ જ સમયગાળામાં રાઉટિંગ અને રોટેશન મારફતે સગેવગે કરી હોવાનું ય તપાસમાં ખૂલ્યું છે. જેમાં હજુ વધુ તપાસ ચાલી રહી છે.
ગાંધીનગર સીબીઆઈએ એરડોર ગોબલ પ્રાઈવેટ લિ. અને કેમ-એજ પ્રાઈવેટ લિ. કંપની સામે કુલ ચાર ગુના નોંધ્યા છે. જેમાં બેન્ક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગુના નોંધાવ્યા છે. બેન્ક ઓફ ઇન્ડિયાએ સીબીઆઈમાં ૨૨-૧૧-૨૦૧૮માં આર્ડોર ગોબલ પ્રાઈવેટ લિ. સામે ૧૧૨.૭૯ કરોડ અને કેમ-એજ પ્રાઈવેટ લિ. કંપની સામે ૧૦-૧-૨૦૧૯ના રોજ ૯૮.૭૮ કરોડની ઠગાઈની ફરિયાદ કરી હતી. જયારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૭-૧-૨૦૧૯ના રોજ આર્ડોર ગોબલ પ્રાઈવેટ લિ. સામે ૩૯.૮૬ કરોડની અને કેમ-એજ પ્રાઈવેટ લિ. કંપની સામે ૧૧-૬-૨૦૧૮ના રોજ ૪૭.૩૪ કરોડની ઠગાઈની ફરિયાદ કરી છે.
બીજી તરફ સોમવારે ઈડીએ પાડેલા દરોડામાં આર્ડોર અને તેની સાથે સંકળાયેલી કંપનીની ૨૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. બેન્કોએ ટાંચમાં લીધેલી તેની સંપત્તિ મામલે એનસીએલટીમાં હાલ કાનૂની કાર્યવાહી ચાલે છે.
૧,૩૮૦ કરોડનો સ્ટોક, બાકી ઉઘરાણી બતાવી લોન મેળવી
આઠ બેન્કોએ એરડોર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડને ધંધા માટે ક્રેડિટ ફેસિલિટી આપી હતી. વર્ષ ૨૦૧૬માં બેન્કોને ૯૨.૪૫ કરોડનો સ્ટોક અને ૧૨૮૮.૪૮ કરોડની ઉઘરાણી ૧૭૬ કંપનીઓની બતાવી હતી. એરડોર ઈન્ટરનેશનલ કંપની બેન્કોના નાણાં નહીં ભરતા જોઈન્ટમાં એરડોર ઈન્ટરનેશનલ કંપનીમાં તપાસ કરતા મામૂલી સ્ટોક હતો. જ્યારે ૧૨૮૮.૪૮ કરોડની ૧૭૬ કંપનીમાં ઉઘરાણી બતાવતા તમામને પત્રો લખ્યા હતા. જેમાં ૧૦૦ જેટલી કંપનીઓએ બેન્કોને જવાબમાં જણાવ્યું હતું કે, અમે તો નાણાં ચૂકવી દીધા છે. જ્યારે ૪૬ કંપનીના પત્રો કયા ગયા તેની ખબર બેન્કોને પડી નહોતી.
આરોપીઓ કોણ કોણ
આર્ડોર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના એમડી ફેનીલ ભરત શાહ, ડાયરેકટર ભરત આર.શાહ, ગીતાબેન ભરતભાઈ શાહ તથા અન્યોનો સમાવેશ કર્યો છે.
અગાઉ આર્ડોર કંપનીએ કરેલા કાંડ
કઈ બેન્કો રકમ કરોડ
બેન્ક ઓફ ઈન્ડિયા ૧૬૪
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ૮૨
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ૪૭.૫૦
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૪૩.૭૫
બેન્ક ઓફ બરોડા ૪૦
પંજાબ નેશનલ બેન્ક ૮૭.૭૫
ધી રાજકોટ નાગરિક ૨૦
કો.ઓ.બેન્ક લિમિટેડ
એક્સિસ બેન્ક ૭૫
કુલ ૫૬૦


