બારડોલી : બે મહિના અગાઉ સુરત જિલ્લા એલ.સી.બી.એ પલસાણાના બગુમરા ખાતેથી એક સોસાયટી માંથી એક રીક્ષા ચાલક પાસેથી દેશી બનાવટનો તમંચો ઝડપી પાડ્યો હતો જે ગુન્હામાં તમંચો આપનાર વોન્ટેડ આરોપીને પલસાણા પોલીસ બાતની આધારે મહારાષ્ટ્રથી ઝડપી લાવી હતી.
મળતી માહિતી અનુસાર ગત 8 ફેબ્યુઆરીના રોજ પલસાણા તાલુકાના બગુમરા ગામે સાંઈ વાતીકા સોસાયટીના રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટના મકાન નંબર 309 માં રહેતા કબીર ઉર્ફે પબજી વિજય સોનવણે (ઉ.વ.27 મૂળ.રહે.મોહાડી ગામ દહેવાલાબાબા નગર સાબુના કારખાના પાછળ તાં.જી.ધૂળિયા (મહારાષ્ટ્ર) નાઓને દેશી બનાવતના તમંચા સાથે સુરત જિલ્લા એલ.સી.બી.ને ટીમએ ઝડપી પાડ્યો હતો.જેમાં પૂછપરછમાં તમંચો આપનાર તરીકે નિખિલ ઉર્ફે દાદા શાંતારામ આહિરેનું નામ બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.જે બાદ પલસાણા પોલીસના આ.હે.કો. શીતલભાઈઆ ગુન્હા સંબધી તપાસ કરી રહ્યા હતા જે દરમિયાન પલસાણા પોલીસના શીતલભાઈ નાઓને અંગત રાહે બાતમી મળી હતી કે નિખિલ ઉર્ફે દાદા આહિરે તેના ઘરે મહારાષ્ટ્રમાં આવે છે.જે બાતમી આધારે પલસાણા પી.એસ.આઇ.ચેતન ગઢવીના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ મથકના શીતલભાઈ અને નવનીતભાઈ મહારાષ્ટ્રના ધૂલિયા જિલ્લાના મોહાડી ગામ દહેવાલાબાબા નગર સાબુના કારખાના પાછળ રહેતા નિખિલ ઉફે દાદા શાંતારામ આહિરેના ઘરે ગયા હતા.જ્યાં તપાસ કરતા દાદા આહિરે ધૂલિયા વિસ્તારમાં લૂંટ,વાહનચોરી,દકેતિ જેવા ગુન્હાના રીઢો ગુન્હેગાર હોવાનું જાણવા મળ્યું હતુ.રીઢો ગુન્હેગાર હોવાથી પલસાણા પોલીસે ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી દાદા શાંતારામ આહિરેને તેના ઘરેથી દબોચી પલસાણા ખાતે લાવ્યા હતા.પલસાણા પોલીસ આ મામલે વધુ તપાસ હાથધરી છે.


