લખનૌ : તા.21 જૂન 2022 મંગળવાર : બિહારના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કોર્ટનો ચુકાદો આવી ગયો છે.બિહારની વિપક્ષી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહને AK-47 કેસમાં એમપી-એમએલએ કોર્ટે 10 વર્ષ જેલની સજા સંભળાવી છે.મોકામાથી ધારાસભ્ય અનંત સિંહને એમપી-એમએલએ કોર્ટે 14 જૂને જ આર્મ્સ એક્ટના આ મામલે દોષી ઠેરવ્યા હતા.અનંત સિંહ વિરુદ્ધ કેસમાં કોર્ટે હવે સજાનુ પણ એલાન કરી દીધુ છે.એમપી એમએલએ કોર્ટે આજે એટલે કે 21 જૂને સજાનુ એલાન કરવાનુ હતુ, જે કોર્ટે કરી દીધુ છે.અનંત સિંહ સામે આ કેસ વર્ષ 2019નો છે. જ્યારે અનંત સિંહના ઘરે દરોડા પડ્યા હતા.

