કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાના દોસ્ત મનાતા આર્મ્સ ડીલર સંજય ભંડારીની મુશ્કેલી વધવાના અણસાર મળ્યા હતા.રાઉઝ એવેન્યુ કોર્ટની સ્પેશિયલ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આદેશ આપ્યો હતો કે સંજય ભંડારીના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બનાવો.સંજય ભંડારી હાલ લંડનમાં છૂપાઇ બેઠો છે.એની સામે મની લોન્ડરીંગનો કેસ છે.સ્પેશિયલ કોર્ટે ભંડારી અને અન્ય લોકો સામે સમન્સ બહાર પાડીને તેમને ભારત પાછાં લાવવાની પરવાનગી ઇડીને આપી દીધી હતી.
પોતાના દોસ્તોની સાથે મળીને કરોડો રૂપિયા વિદેશમાં રવાના કર્યાં
ઇડીને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એવી માહિતી મળી હતી કે સંજય ભંડારી અને એના મિત્રોએ કેટલીક કંપનીઓની સહાયથી કરોડો રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કરી દીધા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બ્લેક મની એક્ટ અને મની લોન્ડરીંગ તરીકે કરી રહ્યું હતું.ઇડીએ સ્પેશિયલ કોર્ટને જણાવ્યું હતું કે ભંડારીએ પોતાના દોસ્તો સાથે મળીને કરોડો રૂપિયા વિદેશમાં રવાના કરી દીધા હતા અને અહીં કરચોરી કરી હતી.એને કારણે સરકારી તિજોરીને ભારે નુકસાન થયું હતું.ભંડારીની વિવિધ દેશોમાં સંપત્તિ છે અને ખાસ કરીને ટેક્સ ફ્રી હોય એવા દેશોમાં એનું કાળું ધન છૂપાયેલું હતું.એવા દેશોમાં પનામા જેવા દેશોનો સમાવેશ થાય છે.સ્પેશિયલ કોર્ટે ઇડીને એવો આદેશ આપ્યો હતો કે આરોપીને સમન્સ મેાકલવામાં આવે અને એના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે.એને લંડનથી ભારત પાછો લાવીને એની સામે કામ ચલાવો.

