By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આર યા પાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આર યા પાર
GeneralMumbai

આર યા પાર

HM News
Last updated: 25/06/2022 5:54 AM
HM News
3 years ago
Share
SHARE

હવે લાગે છે કે વિધાનસભા પહેલાં અદાલતોમાં અને રસ્તાઓ પર પણ ખરાખરીનો જંગ ખેલાશે:બીજી તરફ એકનાથ શિંદે સત્તા પર વાયા બીજેપી જવા માગે છે કે વાયા બચ્ચુ કડુ એ પણ જોવાનું રહેશે ઉદ્ધવ ઠાકરેની શિવસેના હવે આ લડાઈ લડવાની તૈયારી કરી રહી છે અને શિવસૈનિકો તેમનો અસલ મિજાજ રસ્તાઓ પર ઊતરીને દેખાડી દે તો નવાઈ નહીં:મુંબઈમાં બધાં પોલીસ સ્ટેશનોને અલર્ટ રહેવાનું કહી દેવાયું છે:શરદ પવારને ગઈ કાલે મળ્યા પછી ઉદ્ધવ ફરી ફૉર્મમાં આવી ગયા છે:હવે લાગે છે કે વિધાનસભા પહેલાં અદાલતોમાં અને રસ્તાઓ પર પણ ખરાખરીનો જંગ ખેલાશે:બીજી તરફ એકનાથ શિંદે સત્તા પર વાયા બીજેપી જવા માગે છે કે વાયા બચ્ચુ કડુ એ પણ જોવાનું રહેશે

છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલો પૉલિટિકલ ડ્રામા જો કાયદાકીય દાવપેચમાં ન અટવાય તો નિર્ણાયક તબક્કામાં આવી ગયો છે.ગુરુવારે શરદ પવાર ઍક્ટિવ થયા બાદ શિવસેના પણ નવા જોમ સાથે લડવા તૈયાર થઈ ગઈ છે.એમાં ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ શિવસૈનિકોને છેક સુધી લડી લેવા કહ્યું હતું.એટલું જ નહીં,સંજય રાઉતે તો આ લડાઈ રસ્તા પર લડવાની પણ તૈયારી બતાવી દીધી હતી અને કહ્યું હતું કે અમે આ યુદ્ધમાં જીતવાના જ છીએ.

બીજી બાજુ પડદા પાછળથી આખી રમતનો દોરીસંચાર કરી રહેલી બીજેપી પણ નવા ડેવલપમેન્ટને કારણે હરકતમાં આવી છે અને આજે એણે તમામ નેતાઓને મુંબઈ બોલાવી લીધા છે તેમ જ કોર કમિટીની બેઠક પણ બોલાવી છે.આ બધા વચ્ચે મુંબઈ પોલીસ પણ અલર્ટ મોડ પર આવી ગઈ છે.ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના ઇમોશનલ સંબોધન બાદ ચાર્જ થઈ ગયેલા શિવસૈનિકોએ મુંબઈમાં બળવાખોર વિધાનસભ્યની ઑફિસની તોડફોડ પણ કરી હતી.રાજ્ય અને ખાસ કરીને મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં એ માટે તમામ પોલીસ સ્ટેશનોને અલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને થાણે

જિલ્લામાં કલેક્ટરે આદેશ બહાર પાડીને પાંચ કે એનાથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.ઉદ્ધવ ઠાકરેએ પણ ગઈ કાલે લડાયક મિજાજમાં કહ્યું હતું કે,છેલ્લાં અઢી વર્ષમાં કોવિડ મહામારીની સાથે મારી તબિયત ખરાબ હતી એનો વિરોધીઓએ લાભ લીધો છે.આપણી લડત ચાલુ રહેશે.વર્ષા બંગલો છોડ્યો હોવા છતાં મહાવિકાસ આઘાડી સરકારમાં હું મુખ્ય પ્રધાનપદે કાયમ છું.બળવો કરનારાઓ જો એમ માનતા હોય કે તેઓ શિવસેના અને ઠાકરે પરિવારના નામ વિના ટકી શકશે તો તેઓ ભૂલ કરી રહ્યા છે.

પોલીસથી બચીને ભાગ્યા કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવી, Video વાયરલ
ગાંધી પરીવારે દેશ માટે પ્રાણોની આહુતિ આપી હોય સત્તાની મહત્વાકાંક્ષા કઈ જ નથી : દર્શન નાયક
વાપી કરવડ, ડુંગરાના ભંગાર માલિકો સામે પ્રદુષણ મુદ્દે FIR
મહેસાણાના તરેટી ગામ નજીક ટ્રેન નીચે પડતું મૂકી પ્રેમીપંખીડાંનો આપઘાત
ત્રણ વર્ષ પછી જેટ એરવેઝે ફરીથી મુસાફરોને હવાઈ યાત્રા કરાવી
Share This Article
Facebook Email Print
Previous Article શિવસેનાના ૪૦૦ નગરસેવકોએ આપ્યું એકનાથ શિંદેને સમર્થન
Next Article રાજ્યમાં રાજકીય સંકટ વચ્ચે હાઈ એલર્ટ પર પોલીસ, મુંબઈ પર ચાંપતી નજર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up