મુંબઈ, તા. 14: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નની વિધિ બપોરે રણબીરનાં નિવાસસ્થાન વાસ્તુ એપાર્ટમેંટ ખાતે શરૂ થઇ ગઇ હતી.સાંજે લગ્ન વિધિનાં સમાપન બાદ નવપરણિત યુગલ સિદ્ધિ વિનાયકનાં દર્શને જવાનું જાણવા મળ્યું છે.બોલિવુડની અનેક સેલિબ્રિટી સિદ્ધિ વિનાયકમાં ઊંડી આસ્થા ધરાવે છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ લગ્ન પછી સિદ્ધિ વિનાયકનાં દર્શને ગયાં હતાં.અભિનેત્રી શિલ્પા શેટ્ટી અહીં અવારનવાર દર્શને આવે છે.ડાયરેક્ટર મધુર ભંડારકર પણ લગભગ દર ચોથની તિથિએ અહીં દર્શને આવે છે.રણબીર અને આલિયાનાં લગ્ન પંજાબી વિધિ પ્રમાણે થઇ રહ્યાં છે.સાંજે વિધિ બાદ બંને મીડિયા સમક્ષ ઉપસ્થિત થશે અને કપલ ફોટો માટે પોઝ આપશે.