નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી, 2022, બુધવાર : આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ને લઈને જબરદસ્ત ચર્ચામાં રહી છે. આ ફિલ્મનું નિર્દેશન સંજય લીલા ભણસાલી એ કર્યું હતું.આલિયાની સંજય લીલા ભણસાલી સાથે આ પ્રથમ ફિલ્મ છે પરંતુ તમે જાણો છો કે,આલિયા બાળપણથી તેમની સાથે કામ કરવા ઈચ્છતી હતી અને એટલા માટે જ માત્ર 9 વર્ષની ઉંમરમાં તેમની ફિલ્મ ‘બ્લેક’ માટે પ્રથમ વખત ઓડિશન આપવા માટે પહોંચી ગઈ હતી પરંતુ તેમનું સિલેક્શન નહોતુ થયું.આલિયાને જોઈને ભણસાલી સાહેબે એક ભવિષ્યવાણી કરી હતી જે આજે સાચી થતી દેખાઈ રહી છે.
આલિયાએ બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શેર કર્યો કિસ્સો
આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.ફિલ્મનું ટ્રેલર અને અત્યાર સુધી રિલીઝ થયેલા ગીતો જબરજસ્ત છે જેથી લોકોની ફિલ્મને લઈને એક્સાઈટમેન્ટ વધી ગઈ છે.છેલ્લા દિવસોમાં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાએ નિર્દેશક સંજયલીલા ભણસાલી સાથે કામ કરવાને લઈને કેટલીક રસપ્રદ વાતો શેર કરી હતી.
સંજયલીલા ભણસાલીએ કરી હતી ભવિષ્યવાણી
આલિયાએ આગળ જણાવ્યું કે,તે સમયે હું પ્રથમ વખત તેમની એક ફિલ્મનું ઓડિશન આપવા ગઈ હતી.મેં ઓડિશન આપ્યું પણ હું ખૂબ જ બેકાર હતી તેથી મારું સિલેક્શન ના થયું પરંતુ સંજય લીલા ભણસાલીએ મને જોઈ અને આજે પણ તેઓ આ સ્ટોરી સંભળાવે છે. તેમણે મારી આંખોમાં જોયુ અને પોતાને જ તે સમયે કહ્યુ હતું કે,આ એક દિવસે હીરોઈન બનશે,ખૂબ જ મોટી એક્ટર બનશે.તે સમયે તેમણે મારી આંખોમાં એક આગ જોઈ હતી જ્યારે હું માત્ર 9 વર્ષની હતી
2012માં બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ
તમને જણાવી દઈએ કે,આલિયાએ બોલિવુડ અભિનેત્રી તરીકે વર્ષ 2012માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.આલિયા ભટ્ટે ફિલ્મી લાઈનમાં તેના 10 વર્ષ પૂરા
કર્યા છે.તેમની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રિલીઝ થવાની છે. તેમણે એક ઈન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો હતો કે,આ ફિલ્મમાં પોતાના રોલને દમદાર બનાવવા માટે તેમણે મીના કુમારીની ફિલ્મ જોઈ હતી.