બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે મુંબઈના બાંદ્રામાં ₹37 કરોડનું ઘર ખરીદ્યું છે.આ સાથે જ આલિયાએ પોતાની બહેન શાહીનને બે ફ્લેટ ગિફ્ટ કરી દીધા છે.બોલિવૂડની મશહૂર એક્ટ્રેસ આલિયા ભટ્ટે તેના પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોપર્ટીમાં એપ્રિલ મહીનામાં મોટું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે.એપ્રિલ મહીનામાં જ આલિયા ભટ્ટે બાંદ્રામાં અનેક ઘર ખરીદ્યા છે.આ અંગે આવેલા એક અહેવાલ અનુસાર આલિયા ભટ્ટે બાંદ્રા વેસ્ટમાં 2500 ચોરસફૂટના એક અપાર્ટમેન્ટ માટે 37.8 કરોડ રૂપિયાનું પેમેન્ટ કર્યું છે.
બાંદ્રાની આ પ્રોપર્ટી આલિયા ભટ્ટના પ્રોડક્શન હાઉસ ઈટરનલ સનશાઈન પ્રોડક્શન પ્રાયવેટ લિમિટેડના નામથી ખરીદવામાં આવી છે.આ અપાર્ટમેન્ટ એરિયલ વ્યૂ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાલી હિલ સ્થિત છે.આલિયા ભટ્ટે આ પ્રોપર્ટી માટે રૂ.2.26 કરોડની સ્ટેમ્પ ડ્યૂટીની ચૂકવણી કરી છે.આ સોદો ગત તારીખ 10 એપ્રિલના રોજ થયો હતો.આલિયા ભટ્ટે 10 એપ્રિલે જ પોતાની બહેન શાહીન ભટ્ટને મુંબઈમાં 7.68 કરોડ રૂપિયાના બે અપાર્ટમેન્ટ ગિફ્ટ કરી દીધા છે.એક પ્રાઈસ સર્ટિફિકેટ દ્વારા Alia Bhattએ પોતાની બહેનને બે ફ્લેટ ગિફ્ટ કર્યા છે.આ અપાર્ટમેન્ટ જુહૂમાં 2087 ચોરસફીટના છે.આ માટે આલિયાભટ્ટે લગભગ 31 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડી છે.હાલમાં પોતાના પતિ રણવીર કપૂર સાથે વાસ્તુ નામના ઘરમાં રહે છે.આલિયા ભટ્ટ અને રણવીર કપૂર આજકાલ કૃષ્ણારાજ બંગલાનુ ઈંસપેક્શન કરતા જોવા મળે છે જ્યાં તેમનું આઠ માળનું ઘર તૈયાર થઈ રહ્યું છે.
આલિયા ભટ્ટના નામથી કરવામાં આવેલા આ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટના દસ્તાવેજ ઈંડેક્સટૈપ.કોમ પર જોવા મળી શકે છે.આ ડોક્યૂમેન્ટ અનુસાર આલિયા ભટ્ટના આ અપાર્ટમેન્ટ 2,497 ચોરસફૂટમાં બનેલો છે.આ ઘર એરિયલ વ્યૂ કો ઓપરેટિંગ સોસાયટી લિમિટેડમાં મોજૂદ છે.આલિયા ભટ્ટે આ રેસિ઼ડેન્શિયલ પ્રોપર્ટીને ગોલ્ડ સ્ટ્રીટ મર્કેન્ટાઈલ કંપની પાસેથી ખરીદ્યું છે.ગત 10 એપ્રિલમાં આ ફ્લેટ રજિસ્ટર કરાવવામાં આવ્યો હતો.