– કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખીને દારૂની દુકાનો ખોલવાની અપીલ કરી
જયપુર,
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.કોરોનાની મહામારીની વચ્ચે રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્ય ભરત સિંહ કુંદનપુરે મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખીને દારૂની દુકાનો ખોલવાની અપલી કરી છે.જેના માટે તેમણે દલીલ કરી છે કે,કોરોના વાયરસને આલ્કોહોલ (સેનિટાઈઝર)થી ખતમ કરી શકાય છે તો પછી આલ્કોહોલ પીવાથી નિશ્ચિત રીતે ગળામાંથી વાયરસને દૂર કરી શકાય છે.
30 એપ્રિલના આ પત્રમાં કુંદનપુરે દારૂની દુકાનો ખોલવાને કારણે આવક થવાનો પણ તર્ક આપ્યો છે.તેમણે લખ્યું છે કે,કોવિડ-19ના લોકડાઉનને કારણે દારૂની દુકાનો બંધ છે. દારૂ બદનામ છે તેથી કેન્દ્ર સરકારે દારૂના વેચાણ પર ક્યારેય છૂટ નહીં આપે.દારૂ નહીં મળવાને કારણે ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. જેને કારણે સરકારને આવકનું નુકસાન થઈ રહ્યું છે,ત્યાંજ લોકોના આરોગ્યને પણ જોખમ છે.
તેમણે પત્રમાં લખ્યું કે,રાજસ્થાન સરકારે વર્ષ 2020-21માં દારૂથી 12.5 હજાર કરોડ રૂપિયાની આવકનું લક્ષ્ય રાખ્યું છે જે લોકડાઉનને કારણે હાંસેલ કરી શકાશે નહીં. શકય છે કે સરકારે તેના માટે એક્સાઈઝ ડ્યટી વધારી દીધી છે,આવામાં સરકારે દારૂની દુકાનો ખોલી દેવી જોઈએ. દારૂનું સેવન કરનારાઓ દારૂ મળશે અને સરકારને આવક.જો કોરોના વાયરસને આલ્કોહોલ (સેનિટાઈઝર)થી ખતમ કરી શકાય છે તો આલ્કોહોલ પીવાથી નિશ્ચિત રીતે ગળામાંથી વાયરસને ખતમ કરી શકાય છે.

