નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કરદાતા તેના ફેસલેસ એસેસમેન્ટ,પેનલ્ટી અને અપીલ્સ સંબંધી કામે કોઇ ફરિયાદ આપવા માંગતા હોય તો તે કામને સર્મિપત ત્રણ ઇમેલ એડ્રેસ જારી કર્યા છે.આવકવેરા વિભાગે શનિવારે આ અંગેની જાણકારી આપતાં જણાવ્યું હતું કે તેમાં સમાધાનડોટફેસલેસડોટએસેસમેન્ટ ઔઅટ ધ રેટ ઇન્કમટેક્સ ડોટ ગવ ડોટ ઇન સહિતના ત્રણ ઇમેલનો સમાવેશ થાય છે.પેનલ્ટી સંબંધી ફરિયાદ અને અપીલ સંબંધી ફરિયાદ માટે આવા જ બે ઇમેલ લોન્ચ કરવામાં આવ્યા છે.તે માટે ઉપરોક્ત ઇમેલમાં એસેસમેન્ટ શબ્દના સ્થાને પેનલ્ટી કે અપીલ લખવાનું રહે છે.ટેક્સ પેયર ચાર્ટર મુજબ સેવાને વધુ બહેતર કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.