નવી દિલ્હી, તા. 23 : આવકવેરા વિભાગે મધ્ય પ્રદેશ સ્થિત સોયા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતા એક ગુ્રપ પર આવકવેરા વિભાગે દરોડા પાડીને ૪૫૦ કરોડ રૃપિયાની બેનામી આવક શોધી કાઢી છ.ે આ ઉપરાંત આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના પૂણે સ્થિત તમાકુના પેકેજિંગ અને વેચાણ કરતા ગુ્રપ પર દરોડા પાડીને ૩૩૫ કરોડ રૃપિયાની બેનામી આવક શોધી કાઢી છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.આમ આવકવેરા વિભાગે ં૭૮૫ કરોડ રૃપિયાની બ્લેક ઇનકમ શોધી કાઢી છે.
આવકવેરા વિભાગે ૧૮ ફેબ્રઆરીના રોજ સોયા પ્રોડક્ટસનું ઉત્પાદન કરતા ગુ્રપના મધ્ય પ્રદેશના બેતુલ અને સતના,મહારાષ્ટ્રના મુંબઇ અને સોલાપુર તથા પશ્ચિમ બંગાળના કોલકાતાના ૨૨ પરિસરોમાં દરોડા પાડયા હતાં.સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન લેપટોપ, હાર્ડ ડ્રાઇવ, પેન ડ્રાઇવ જપ્ત કરવામાં આવ્યા છે.તપાસ દરમિયાન અત્યાર સુધીમાં આ જૂથની ૪૫૦ કરોડ રૃપિયાની બેનામી આવક મળી આવી છે.
બેતુલ સ્થિત બિઝનેસ ગુ્રપના પરિસરોમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન આઠ કરોડ રૃપિયા રોકડા તથા ૪૪ લાખ રૃપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યુ છે.આવકવેરા વિભાગ માટે ઉચ્ચ નિર્ણયો લેતી સંસ્થા સીબીડીટીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન નવ બેંક લોકર્સ પણ મળી આવ્યા હતાં.
આવકવેરા વિભાગે ૧૭ ફેબુ્રઆરીના રોજ પૂણે સ્થિત તમાકુના પેકેજિંગ અને વેચાણ કરતા ગુ્રપના મહારાષ્ટ્રમાં આવેલા ૩૪ પરિસરોમાં દરોડા પાડયા હતાં.આ દરોડા દરમિયાન એક કરોડ રૃપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા હતાં.પૂણેના સંગમનગર વિસ્તારમાં આવેલ આ જૂથ તમાકુના પેકેજિંગ અને વેચાણ અને તેની સાથે સંકળાયેલ ઉત્પાદનો,વીજ ઉત્પાદન અને વિતરણ,એફએમસીજી વસ્તુઓના વેચાણ અને રિયલ એસ્ટેટ ડેવલોપમેન્ટ સાથે સંકળાયેલ છે.