– રશિયાની હોસ્પિટલોને દવાની પહેલી ખેપ મળશે
મોસ્કો,તા.૨ : રશિયા આવતા અઠવાડીયે કોરોના વાયરસની પોતાની પહેલી એપ્રુવ્ડ દવા ઉતારશે જણાવવામાં આવ્યા અનુસાર,આ દવા પહેલા રશિયાની જ હોસ્પિટલોને આપવામાં આવશે.ન્યુઝ એજન્સી રોઇટર્સ અનુસાર રશિયન હોસ્પિટલો આ એન્ટીવાયરલ ડ્રગ ”એવી ફેવિર”ને પહેલા તબક્કામાં ૧૧ જૂનથી દર્દીઓને આપવાનું શરૂ કરશે.રશિયાના આરડીઆઇ એફ ગેલ્થ ફંડના ચીફે જણાવ્યું કે કંપનીએ આ દવા બનાવી છે,તે દરમહિને ૬૦ હજાર લોકોનો ઇલાજ થાય તેટલી દવાઓનું ઉત્પાદન કરશે.ઉલ્લેખનીય છે કે દુનિયામાં હજુ સુધી કોરોનાની કોઇ રસી નથી.જોકે અમેરીકાની રેમ્ડેઝવીરમાં અકીલા કોરોનાના દર્દીને સાજા કરવાની ક્ષમતા જોવા મળી હતી.
ઇમરજન્સી વખતે અમેરીકામાં દર્દીઓને આ દવા જ આપવામાં આવી રહી છે. ”એવિફેવિર” જેનું જેનીરીક નામ ફેવિરાવિર છે.તે ૧૯૯૦માં વિકસીત કરાઇ હતી.તેને એક જાપાની કંપનીએ બનાવી હતી.આરએફઆઇને ડાયરેકટર કિરિલ દિમિત્રેવે કહ્યું કે રશિયન વૈજ્ઞાનિકોએ એ જાપાની ડ્રગને મોડોફાઇ કરીને અસરકારક બનાવી છે તેમણે કહ્યું કે રશિયા બે અઠવાડીયામાં આ મોડીફીકેશનની માહિતી દુનિયાને શેર કરશે.દિમિત્રેવ અનુસાર,ડ્રગના કલીનીકલ ટ્રાયલ પુરા થઇ ચુકયા છે.તેને પહેલા ૩૩૦ લોકો પર ટેસ્ટ કરાઇ હતી.વાયરસને ખતમ કરવામાં આ ડ્રગને સફળતા મળી હતી અને મોટાભાગના કેસોમાં દર્દી ૪ દિવસમાં સાજા થઇ જતા હતા.સામાન્ય રીતે કોઇપણ દવાના ટ્રાયલમાં મહિનાઓ લાગે છે પણ દિમિત્રેવ અનુસાર,રશિયા તેનો સમય ઘટાવવામાં સફળ થયું કેમકે,તે જાપાનના એક ડ્રગનું મોડીફીકેશન છે.રશિયામાં તેનું ઉત્પાદન માર્ચથી શરૂ કરી દેવાયું હતું.તેમણે આ દવાને ગેમ ચેન્જર ગણાવી છે.


