આવતીકાલથી નવરાત્રી શરૂ થઇ રહ્યી છે. સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ નવરાત્રિમાં માત્ર એક કલાક માટે આરતી પૂજા ને મંજૂરી આપવામાં આવી છે જે અંગે દરેક શેરી ગરબાના આયોજકોએ પોલીસ અને તંત્ર પરમિશન લેવી જરૂરી છે તેવું જાહેર કરવામાં આવતા રાજ્યભરના નવરાત્રી આયોજકોમાં દોડધામ મચી જવા પામી છે. વર્ષોવર્ષ માતાનું સ્થાપ્ન કરતા આયોજકો આ વખતે માત્ર માતાજીની પૂજા-અર્ચના આરતી અને પ્રસાદ કરીને પરંપરા નિભાવીને સતોષ માનવો પડશે.
કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માત્ર આરતી અને પૂજા ની છુટ આપવામાં આવી હોવાથી પરંપરાગત ગરબીના આયોજકો એવા વિશ્વાસમાં હતા કે તેમના માટે કોઈ આગોતરી મંજૂરીની પ્રક્રિયા કરવી પડશે નહીં પરંતુ આ અંગેની જાહેરાત થયા બાદ વહીવટી તંત્રના અભિપ્રાય પોલીસમાં લેખિત મંજૂરી જેવી બાબતો સામે આવતા આયોજકોમાં દોડધામ મચી જવા પામી છે.
માત્ર એક કલાક ના આયોજન માટે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવી પડશે રાજ્ય સરકાર દ્વારા આ તમામ ચેરમેન અને સેક્રેટરી અને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પૂજા આરતી દરમિયાન ફોટા કે મૂર્તિ નો સ્પર્શ કરી શકાશે નહીં તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજા કરવાની રહેશે જો નિયમોનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે પગલા લેવામાં આવશે.
મેળા રેલી પ્રદર્શન રાવણ દહન રામલીલા શોભાયાત્રા ગરબા અને સ્નેહ મિલન જેવા સામૂહિક કાર્યક્રમો માં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાનો સંભાવનાના પગલે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ગરબાના આરતી પૂજા સમય દરમ્યાન 200 લોકો થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહીં તેમજ 10 વર્ષથી નીચેના અને 65 વર્ષથી વધુ વયના વૃદ્ધો પણ આ પૂજા આરતી નીજગ્યા પર હાજરી આપી શકશે નહીં .કાર્યક્રમના સ્થળે ચા-નાસ્તો ભોજનની વ્યવસ્થા રાખી શકાશે નહીં એક જ સમયે 50થી વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય અને બેઠક વ્યવસ્થા દરમિયાન વ્યક્તિથી વ્યક્તિ વચ્ચેનું અંતર જાણવું ફરજીયાત રહેશે.આ સિવાય નવરાત્રિમાં માંડવીના સ્થળે પ્રસાદનું વિતરણ પેકેટમાં જ કરી શકાશે આ પ્રસાદનું વિતરણ કરનાર વ્યક્તિએ ફરજિયાત હેન્ડ ગલોઝ પહેરવા પડશે.આ બધા નિયમોનું કડક પાલન કરવામાં આવશે તેવી બાંહેધરી બાદ જ પોલીસ અને પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવશે આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.