25 માર્ચથી લોકડાઉન જાહેર થયા પછી આવતીકાલથી રાજ્યના જીમ અને યોગ સેન્ટરો ખુલશે અનલોક-3ની પ્રક્રિયામાં જીમને છૂટછાટ આપવાની સાથે કેટલાક કડખ નિયમોને અનુસરવું ફરજિયાત છે જેમાં 65 વર્ષથી વધુ વયની વ્યક્તિને જીમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.સેનિટાઈઝેશન ફરજિયાત કરવાની સાથે માત્ર 25 ટકા સભ્યોથી એક બેંચ ચલાવવાની રહેશે.બે બેંચ વચ્ચેના સમયગાળા દરમિયાન સેનિટાઝેશન કરવામાં આવશે.સભ્યો માટે જીમના સાધનો હેન્ડ ગ્લોઝ વગર વાપરવા નહીં દેવામાં આવે.
અનલોક-3ની ગાઈડલાઈન 1લી ઓગસ્ટથી અમલ કરવામાં આવી રહ્યો છે.જેમાં તા.5મી ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટરો ફીટનેશ અને હેલ્થ માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.લોકડાઉનના કારણે મોટાભાગના જીમમાં તાળા લાગી ગયા છે.કેમ કે જીમ મોટાભાગે ભાડાની જગ્યા પર ચાલતા હોય છે અને જીમના સાધનોની જાળવણી ખૂબ ખચર્ળિ હોય છે તેવા સંજોગોમાં લગભગ ચાર મહિના બાદ જીમ આવતીકાલથી ખુલી રહ્યા છે.
આ જીમ ચાલુ કરવા માટે કેટલાક કડક નિયમો અમલી બનાવવામાં આવનાર છે જેમાં દરેક બેંચ વચ્ચેના સમયગાળામાં સેનિટાઈઝેશન ફરજિયાત, હેન્ડ ગ્લોઝનો ઉપયોગ ફરજિયાત માત્ર 25 ટકા ક્ષમતાથી જ જીમ ચાલુ કરી શકાશે.આવા નિયમોનું પાલન જીમના સંચાલકોએ ચુસ્તપણે કરવાનું રહેશે.સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગ્લોઝ/માસ્કનો ઉપયોગ નહીં કરનાર સભ્યનું સભ્યપદ દૂર કરવા સુધીના કડખ પગલાં પણ લેવામાં આવશે.સાથોસાથ અત્યંત મહત્વનો નિર્ણય ચેન્જિંગ મને લઈ લેવામાં આવ્યો છે જીમની અંદર ચેન્જિંગ બ બંધ રાખવા સંદર્ભે આજસાંજ સુધીમાં નિર્ણય આવી શકે છે.ચાર મહિનાના લાંબાગાળા બાદ જીમમાં જવાને લઈ લોકોમાં એક દ્વિધાનો માહોલ છે.ફીટનેસ માટે જીમ શ્રેષ્ઠ રસ્તો છે.પરંતુ કોરોનાની મહામારી વચ્ચે જીમમાં જવુ કેટલું યોગ્ય છે તે સભ્યોએ નક્કી કરવાનું રહે.65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને જીમમાં પ્રવેશ મળશે નહીં પરિણામે જીમના સંચાલકો તેમની માસિક ચાર્જિસમાં ચોક્કસપણે વધારો કરી શકે છે.


