By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આવા શિક્ષકો સામે CID ક્રાઇમ કરશે તપાસ !!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > આવા શિક્ષકો સામે CID ક્રાઇમ કરશે તપાસ !!
GandhinagarGeneral

આવા શિક્ષકો સામે CID ક્રાઇમ કરશે તપાસ !!

HM News
Last updated: 22/05/2021 12:13 PM
HM News
4 years ago
Share
SHARE

ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા પ્રાથમિક શિક્ષકો સામે તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાવામાં આવી હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસના બદલે સર્વગ્રાહી તપાસ માટેનો નિર્ણય લેવાયો છે.ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જિલ્લા ફેરની બદલીની માંગણી કરી છે આવા સંજોગોમાં સર્વગ્રાહી તપાસ થાય એ માટે રાજય સરકારે સી.આઇ.ડી. ક્રાઇમને તપાસ સોપવાનો રાજય સરકારે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે.તેમણુ ઉમેર્યુ કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી પારદર્શી સરકારે ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે અનેકવિધ પગલાઓ ભર્યા છે અને સંબધિત અધિકારી- કર્મચારી સામે કડક હાથે કાર્યવાહી કરીને પગલાઓ લીધા છે.

ગૃહ રાજ્ય મંત્રીએ ઉર્મેયુ કે રાજયના વિવિધ જિલ્લાઓમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા સત્તર જેટલા શિક્ષકો સામે વિવિધ જિલ્લા મથકોએ ફોજદારી તપાસ ચાલી રહી હતી.તેવા સંજોગોમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ તપાસ રાજય કક્ષાએથી થાય તે માટે રાજય સરકારને રજૂઆત કરતા આ મહત્વનો નિર્ણય કરાયો છે.રાજયના આઠેક જેટલા જિલ્લાઓના સત્તર જેટલા શિક્ષકો સામે એફ.આઇ.આર. દાખલ કરવા શિક્ષણમંત્રી દ્વારા મંજૂરી અપાતા તેમની સામે સંકલિત તપાસ કરવા માટે સી.આઇ.ડી. ક્રાઇમ ત્વરીત કામગીરી હાથ ધરશે.તેમણે ઉમેર્યુ કે વિધ્ધાથીઓના ભાવી સાથે ચેડા કરનાર આ સત્તર જેટલા પ્રાથમિક શિક્ષકોએ હ્દય રોગ,કિડની,કેન્સર,ડાયાબિટીસ જેવા રોગો સંદર્ભે ખોટા તબિબિ પ્રમાણપત્રો રજૂ કરી જિલ્લા ફેરની માંગણી કરી છે તેની પણ યોગ્ય તપાસ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું

બાંદરામાં પશુ-પક્ષીઓ માટે આગવી હૉસ્પિટલ બંધાશે
લઠ્ઠાકાંડ ઈફેક્ટ : ઓલપાડના PSI સહિત 3 પોલીસકર્મી અને વલસાડમાં PSI સહીત 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
સજાગ રહો.. અફવાઓથી દૂર રહો.. સુરક્ષિત રહો..
બારડોલીના મોતાથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા ઝડપાય
સુરત મહાનગરપાલિકાનો સેનેટરી ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયો
Share This Article
Facebook Email Print
Previous Article સુબીરના ઝાખરાઇ બારીનાકા પાસેથી વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ
Next Article ભાજપને હવે ટ્વીટર પણ ડાબેરી લાગે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up