By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આવો જાણીએ મંત્રીઓનો પરિચય તથા કયા મંત્રીને ફાળે કયું ખાતું આવ્યું…આ રહ્યું લગભગ ફાઇનલ લિસ્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આવો જાણીએ મંત્રીઓનો પરિચય તથા કયા મંત્રીને ફાળે કયું ખાતું આવ્યું…આ રહ્યું લગભગ ફાઇનલ લિસ્ટ
GeneralGujarat NowPolitics

આવો જાણીએ મંત્રીઓનો પરિચય તથા કયા મંત્રીને ફાળે કયું ખાતું આવ્યું…આ રહ્યું લગભગ ફાઇનલ લિસ્ટ

HM News
Last updated: 16/09/2021 12:30 PM
HM News
4 years ago
Share
SHARE

લાંબી ચર્ચા વિચારણા બાદ આજે ‘નો રીપીટ’ થિયરી સાથે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળની શપથ વિધિ પૂર્ણ થઈ છે.ત્યાર બાદ ગુજરાત સરકારના નવા મંત્રીઓ કેબિનેટ બેઠક માટે પહોંચ્યા હતા.જ્યાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે. આવો જણીએ કયા મંત્રીને ફાળે કયું ખાતું આવ્યું….

મંત્રીઓની ખાતાની ફાળવણી શરૂ….

– જિતુ વાઘાણીને શિક્ષણ વિભાગ
– કનુ દેસાઈને નાણાંમંત્રાલય
– ઋષિકેશ પટેલને મહેસૂલ વિભાગ
– પુર્ણેશ મોદીને માર્ગ મકાન વિભાગ
– રાજેન્દ્ર ત્રિવેદીને ગૃહવિભાગ
– રાઘવજી પટેલને કૃષિ ગ્રામ્ય વિકાસ વિભાગ
– નરેશ પટેલને આદિજાતિ વિકાસ વિભાગ
– પ્રદીપ પરમારને અન્ન અને પુરવઠા વિભાગ
– રાજ્યના નવરચિત મંત્રી મંડળના મંત્રીઓનો પરિચય

આજે રાજભવન,ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના ૧૦, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૦૫ મંત્રીઓને અને રાજ્યકક્ષાના ૦૯ મંત્રીઓ એમ મળીને કુલ ૨૪ મંત્રીઓને પદ અને ગુપ્‍તતાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યના નવરચિત મંત્રી મંડળના મંત્રીઓનો પરિચય આ પ્રમાણે છે.

:: કેબિનેટ કક્ષાના મંત્રીઓ ::

(૧) રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી
રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી, ૧૪૪-રાવપુરા મત વિભાગ (વડોદરા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૧૯ જુન, ૧૯૫૪ના રોજ વડોદરા ખાતે થયો હતો. તેમણે બી.એસસી.(ઓનર્સ), એલએલ.બી. સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ ખેતી તથા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભા, ૨૦૧૨-૧૭માં ધારાસભ્ય તરીકે ચૂટાઇ આવ્યા બાદ તા.૭મી ઑગસ્ટ ૨૦૧૬થી ૨૫મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), યાત્રાધામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ૧૪મી ગુજરાત વિધાનસભા ર૦૧૭-રરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા બાદ તા. ૧૯ ફેબ્રુઆરી, ર૦૧૮થી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળેલ છે. તેઓ વાંચન, સામાજિક પ્રવૃત્તિ, સાહિત્યિક પ્રવૃત્તિ અને કવિતા લેખનનો શોખ ધરાવે છે.

(૨) જિતેન્દ્રભાઇ સવજીભાઇ વાઘાણી

જિતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી, ૧૦૫ ભાવનગર ભાવનગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ર૮ જુલાઇ, ૧૯૭૦ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત અને પ્રવાસનો શોખ ધરાવે છે.

(૩) ઋષિકેશ ગણેશભાઇ પટેલ

ઋષિકેશ ગણેશભાઇ પટેલ, ૨૨ વિસનગર મત વિભાગ (મહેસાણા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૩૦ ઓક્ટોબર-૧૯૬૧ના રોજ ખેરાલુના સુંઢિયા ગામે થયો છે. તેઓએ ડિપ્લોમાં ઈન સિવિલ એન્‍જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ બારમી-તેરમી ગુજરાત વિધાનસભાના પણ સભ્ય હતા. તેઓ વિસનગર પંચશીલ એજયુકેશન ટ્રસ્‍ટના પ્રમુખ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન છે. તેમજ વિસનગર ખેત-ઉત્પન્ન બજાર સમિતિમાં પણ વર્ષ ૨૦૧૬થી કાર્યરત છે. તેઓને વાંચન, રમતગમત, પ્રવાસ અને સંગીતનો શોખ છે.

(૪) પૂર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી

પૂર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી, ૧૬૭-સુરત(પશ્ચિમ) મતવિભાગ (સુરત શહેર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૨૨મી ઓકટોબર ૧૯૬૫ના રોજ સુરત ખાતે થયો છે. તેમણે બી.કોમ અને એલએલ.બીનો અભ્યાસ કરેલો છે. તેઓ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૨૦૧૩ થી ૨૦૧૭ ૧૩મી ગુજરાત વિધાનસભા દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંસદીય સચિવ તરીકે સેવાઓ આપી છે. તેઓ ઇતિહાસ વિષય સંબંધી વાંચન પ્રવૃત્તિ અને જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળવાનો શોખ ધરાવે છે.

(૫) રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ

રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ, ૭૭-જામનગર (ગ્રામ્ય) મત વિભાગ (જામનગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯૫૮ના રોજ મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર ખાતે થયો હતો. તેમણે બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ (૧) આઠમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૦-૯૫, (૨) નવમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૫-૯૭, (૩) દશમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૮-૨૦૦૨ (પેટા ચૂંટણી), (૪) બારમી ગુજરાત વિધાનસભા, ૨૦૦૭-૧૨, (૫) તેરમી ગુજરાત વિધાનસભા, ૨૦૧૨-૧૭. રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, ગુજરાત સરકાર, ૧૯૯૫-૯૬ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ રમત-ગમત, વાંચન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સમાજસેવાનો શોખ ધરાવે છે.

(૬) કનુભાઇ મોહનલાલ દેસાઇ

કનુભાઇ મોહનલાલ દેસાઇ, ૧૮૦-પારડી (વલસાડ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૩જી ફેબ્રુઆરી, ૧૯૫૧ના રોજ ઉમરસાડી ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી. (સ્પેશિયલ) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે તેરમી ગુજરાત વિધાનસભા, ર૦૧૨-૧૭, કોષાધ્યક્ષ, (૧) નોટિફાઈડ એરિયા જી. આઈ. ડી. સી., વાપી, ભારતીય જનતા પક્ષ, ૨૦૦૬-૦૯, (૨) વલસાડ જિલ્લા ભા.જ.પ. ૨૦૦૯-૧૨. મહામંત્રી, વલસાડ જિલ્લા ભા.જ.પ., ૨૦૧૧-૧૨. પ્રમુખ, વલસાડ જિલ્લા ભા.જ.પ., ૨૦૧૨થી. સભ્ય અને ટ્રસ્ટી, રોટરી ક્લબ, વાપી. ટ્રસ્ટી, (૧) જ્ઞાનધામ ચેરિટેબલ ટ્રસ્ટ, વાપી, (૨) જ્ઞાનધામ ચેરિટેબલ ટ્રસ્ટ, આહવા, (૩) સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ફોર નર્સિંગ. ડાયરેક્ટર, વાપી ગ્રીન લિ., જી. આઈ. ડી. સી., વાપી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે.

(૭) કિરીટસિંહ જીતુભા રાણા

શ્રી કિરીટસિંહ જીતુભા રાણા, ૬૧-લીંબડી મત વિભાગ (સુરેન્દ્રનગર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તા. ૦૭ જુલાઇ ૧૯૬૪ના રોજ જન્મ થયો હતો. તેઓએ મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. આ બેઠક પર કિરીટસિંહ રાણા ત્રીજી વખત પેટા-ચૂંટણી જીત્યા છે. આ પહેલા તેમણે ૧૯૯૫ અને ૨૦૧૩માં પેટા ચૂંટણી જીતી હતી. કિરીટસિંહ રાણા નરેન્દ્ર મોદી સરકારમાં પશુપાલન મંત્રી રહી ચુક્યા છે. તેમણે ૧૯૯૫માં પેટા ચૂંટણીમાં જીતથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેઓએ પાંચ વખત ચૂંટણી જીતી છે. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાન છે.

(૮) નરેશભાઇ મગનભાઇ પટેલ

શ્રી નરેશભાઇ મગનભાઇ પટેલ, ૧૭૬-ગણદેવી (નવસારી) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જાન્યુઆરી, ૧૯૬૯ના રોજ મોગરાવાડી, નવસારી ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે બારમી ગુજરાત વિધાનસભા, ૨૦૦૭-૧૨, અધ્યક્ષ, નવસારી જિલ્લા ભા.જ.પ., છેલ્લી બે સમયાવધિથી; મંત્રી, રાષ્ટ્રીય આદિજાતિ મોરચો, ભા.જ.પ.; ઉપપ્રમુખ, જાગૃતિ વિદ્યાલય, રૂમલા, વર્ષ ૧૯૯૬થી આજપર્યંત; ચેરમેન, મોગરાવાડી દૂધ સેવા સહકારી મંડળી, ૧૯૯૦-૯૨; ચેરમેન, રૂમલા વિભાગ ખરીદ-વેચાણ સેવા સહકારી મંડળી, ૧૯૯૩-૯૫; ટ્રસ્ટી, ઉનાઈ માતાજી મંદિર; પૂર્વ ઉપપ્રમુખ, ચિખલી તાલુકા પંચાયત જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ વાંચન, લેખન, સંગીત અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

(૯) પ્રદિપભાઇ ખાનાભાઇ પરમાર

પ્રદિપભાઇ ખાનાભાઇ પરમાર, ૫૬-અસારવા મતવિભાગ (અમદાવાદ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.૧૭ જૂન ૧૯૬૪ના રોજ અમદાવાદ ખાતે
થયેલો છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બાંધકામ, પેટ્રોલપંપ અને વોટર સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ નાટક જોવાનો અને પુસ્તક-વાંચનનો શોખ ધરાવે છે.

(૧૦) અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ

અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ, ૧૧૭-મહેમદાવાદ મતવિભાગ (ખેડા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.૨૨ જૂન ૧૯૭૬ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે થયો છે. તેમણે બી.કોમ., ડી.સી.એમ.નો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને લેખન, વાંચન, પ્રવાસ, સંગીત અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો શોખ છે.

રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)
(૧૧) હર્ષ સંઘવી

હર્ષ રમેશકુમાર સંઘવી, ૧૬૫-મજૂરા મત વિભાગ (સુરત શહેર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૮ જાન્યુઆરી-૧૯૮૫ના રોજ સુરત ખાતે થયો છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ, જ્વેલરી મેન્યુફેક્ચરિંગનો છે. તેઓ રાહત દરે સ્ટુડન્ટ બૂક બેન્ક, રાહતદરે સાહિત્ય વેચાણ કેન્દ્ર, રોજગાર મેળા, વનવાસી વિસ્તારમાં કેમ્પ, સાત્વિક આહાર વિતરણ, રોજગાર તાલીમ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. ભા.જ.પ. રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સેવારત શ્રી સંઘવી ૧૩મી વિધાનસભાના પણ સભ્ય હતા. તેમને રમતગમત, સાહસિક પ્રવૃત્તિ, ભ્રમણ, જન-સંપર્કનો શોખ છે.

(૧૨) જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ

જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ, ૪૬-નિકોલ મતવિભાગ(અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૧૨ ઓગસ્ટ ૧૯૭૩ના રોજ અમદાવાદ ખાતે થયો છે. તેમણે એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે.

(૧૩) બ્રિજેશકુમાર અમરશીભાઈ મેરજા

બ્રિજેશકુમાર અમરશીભાઈ મેરજા, ૬૫ મોરબી મતવિભાગ (મોરબી) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી માર્ચ, ૧૯૫૮ના રોજ ચમનપર ખાતે થયો હતો. તેમણે બી.કૉમ., ડિપ્લોમા ઇન બેન્કિંગ,પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ, એડવર્ટાઈઝ એન્ડ પબ્લિક રિલેશન, ગવર્નમેન્ટ ડિપ્લોમા ઈન કો-ઓપરેશન એન્ડ એકાઉન્ટન્સી, એલએલ.બી. (પ્રથમ વર્ષ) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ કન્સલટન્સી અને સમાજસેવા જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેમણે સભ્ય, શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ, ગાંધીનગર. પ્રમુખ, સિટી લાયન્સ ક્લબ, મોરબી, સેક્રેટરી, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન, પૂર્વપ્રમુખની જવાબદારી નિભાવી છે. જ્યેષ્ઠ પુત્ર ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં સમયાંતરે ગરીબ દર્દીઓ માટે મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, મહાનુભાવોનાં પ્રેરક પ્રવચનો દ્વારા સત્કાર્યોના પ્રચાર-પ્રસારનું કાર્ય, ખેલકૂદ અને શૈક્ષણિક ક્ષેત્રમાં ડૉ. પ્રશાંત એવોર્ડ થકી યુવાનોને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિઓમાં સક્રિય. ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ જેવી કુદરતી આફતોમાં અને તાજેતરની અતિવૃષ્ટિમાં માળિયા (મિ.) તાલુકા-શહેરના લોકોની ખડે પગે મદદ કરી છે. તેઓ મિત્રો સાથે પ્રાકૃતિક સ્થળોનો પ્રવાસ, જૂની ફિલ્મોનાં ગીતો જોવાં, સાંભળવાં. જનસંપર્ક. જુદા જુદા વિષયોનું વાંચન, મનન, ચિંતન, પ્રવચનો આપવાં, સાંભળવાં જેવી વિવિધ પ્રવૃત્તિઓનો શોખ ધરાવે છે.

(૧૪) જીતુભાઇ હરજીભાઇ ચૌધરી

જીતુભાઇ હરજીભાઇ ચૌધરી ૧૮૧ કપરાડા મત વિભાગ (વલસાડ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯૬૪ના રોજ કાકડકોપર, તા. કપરાડા, જી. વલસાડ ખાતે થયો હતો.તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે.તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે સભ્‍ય, (૧) અગિયારમી ગુજરાત વિધાનસભા, ર૦૦ર-૦૭, (ર) બારમી ગુજરાત વિધાનસભા, ર૦૦૭-૧ર, (૩) તેરમી ગુજરાત વિધાનસભા, ર૦૧૨-૧૭. સભ્‍ય તરીકે સેવાઓ આપી છે.તેઓ વાંચન,રમતગમત,ધાર્મિક સ્‍થળોનો પ્રવાસ, સામાજિક પ્રવૃત્તિ, ભજન-સત્સંગ, કથા-શ્રવણ, લોક-ડાયરો, નવી પધ્ધતિથી ખેતી, ટેક્નોલોજી વગેરે શોખ ધરાવે છે.

(૧૫) શ્રીમતી મનીષાબેન વકીલ

શ્રીમતી મનીષા વકીલ, ૧૪૧ વડોદરા શહેર મત વિભાગ (વડોદરા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૨૫ માર્ચ-૧૯૭૫ના રોજ વડોદરા ખાતે તેમણે એમ.એ. અને બી.એડ. (અંગ્રેજી સાહિત્ય) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બ્રાઇટ ડે સ્કૂલના સુપરવાઈઝર તરીકે તથા સોલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાના પણ સભ્ય હતા. તેઓ વાંચનનો શોખ ધરાવે છે.

રાજ્યકક્ષાના મંત્રીઓ
(૧૬) મુકેશભાઇ ઝીણાભાઇ પટેલ

મુકેશભાઇ ઝીણાભાઇ પટેલ, ૧૫૫-ઓલપાડ મત વિભાગ (સુરત) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ર૧ માર્ચ, ૧૯૭૦ના રોજ સુરત ખાતે થયો હતો. તેમણે એચ.એસ.સી., ડ્રાફ્ટ્સમેન સિવિલ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ પેટ્રોલપંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે સભ્ય, તેરમી ગુજરાત વિધાનસભા, ર૦૧૨-૧૭, પ્રમુખ, ઓલપાડ તાલુકા ભારતીય જનતા પક્ષ. ડિરેક્ટર, ઓલપાડ વિભાગ કાંઠા સુગર ફેક્ટરી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ ધાર્મિક પુસ્તકોનું વાંચન, ક્રિકેટ અને પ્રવાસનો શોખ ધરાવે છે.

(૧૭) શ્રીમતી નિમિષાબેન મનહરસિંહ સુથાર

શ્રીમતી નિમિષાબેન મનહરસિંહ સુથાર, ૧૨૫-મોરવાહડફ મતવિભાગ (પંચમહાલ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચુંટાયેલા છે. તેમનો જન્મ વર્ષ ૧૯૮૨માં થયો છે. મોરવાહડફની વિધાનસભાની બેઠક ઉપરથી વર્ષ ૨૦૨૧માં પેટાચૂંટણીમાં વિજેતા થયા છે. અગાઉ તેઓ વર્ષ ૨૦૧૩-૧૭ દરમિયાન ગુજરાત વિધાનસભામાં મોરવાહડફથી પ્રતિનિધિત્વ કરેલું છે. તેઓએ ડિપ્લોમાં ઈન ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ કોમ્પ્યુટર કમ પ્રોગ્રામિંગ સુધી અભ્યાસ કરેલો છે.

(૧૮) અરવિંદ ગોરધનભાઈ રૈયાણી

અરવિંદ ગોરધનભાઈ રૈયાણી, ૬૮ રાજકોટ(પૂર્વ) રાજકોટ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૦૪ જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ રાજકોટ ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી.સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

(૧૯) કુબેરભાઇ મનસુખભાઇ ડીંડોર

કુબેરભાઇ મનસુખભાઇ ડીંડોર ૧૨૩-સંતરામપુર (મહીસાગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેઓનો જન્મ તા. ૦૧ જૂન ૧૯૭૦ના રોજ મહિસાગર જિલ્લાના, સંતરામપુર તાલુકાના ભંડારા ખાતે થયો છે. તેમણે એમ.એ., પીએચ.ડી.નો અભ્યાસ કરેલો છે. તેઓ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લેખન, વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

(૨૦) કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા

કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા, ૧૫-કાંકરેજ મત વિભાગ (બનાસકાંઠા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯૬૯ના રોજ ચાણસ્માના આકબા ગામે થયો હતો. તેમણે અન્ડર ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રદેશ ઉપાધ્યક્ષ, કિસાન મોરચો, ભારતીય જનતા પક્ષ; પ્રદેશ મંત્રી, કિસાન મોરચો, ભા.જ.પ.; જિલ્લા મહામંત્રી, કિસાન મોરચો, ભા.જ.પ. બનાસકાંઠા; મહામંત્રી, ભા.જ.પ. કાંકરેજ તાલુકા; પ્રમુખ, યુવા મોરચો ભા.જ.પ. કાંકરેજ તાલુકા; બુથ પ્રમુખ, ખારિયા ગામ, તા. કાકરેજ, ભા.જ.પ. ભા.જ.પ.ના પાયાના કાર્યકર્તા તરીકે વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ લેખન, વાંચન, સાહિત્ય, સંગીત અને પ્રવાસનો શોખ ધરાવે છે.

(૨૧) ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર

ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર, ૩૩ પ્રાંતિજ મત વિભાગ (સાબરકાંઠા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ર૪ જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ થયો હતો. તેમણે ટી.વાય.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન અને ક્રિકેટનો શોખ
ધરાવે છે.

(૨૨) રાઘવભાઇ સી. મકવાણા

રાઘવભાઇ સી. મકવાણા, ૯૯-મહુવા મતવિભાગ (ભાવનગર) મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.૦૮ ઓક્ટોબર ૧૯૭૦ના રોજ મહુવા તાલુકાના પઢિયારકા ખાતે થયો છે. તેમણે ડિપ્લોમા એન્જિનિયરીંગનો પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ટ્રાન્સપોર્ટ, વેપાર અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લોકસાહિત્ય અંગેનું વાંચન અને રમત-ગમતનો શોખ ધરાવે છે.

(૨૩) વિનોદભાઇ અમરશીભાઇ મોરડીયા

વિનોદભાઇ અમરશીભાઇ મોરડીયા, ૧૬૬-કતારગામ મત વિભાગ (સુરત) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧૦ જુલાઇ, ૧૯૬૭ના રોજ સરવઇ ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને સમાજ સેવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે નગરસેવક, સુરત મહાનગરપાલિકા, ૨૦૦૫-૧૦, ૨૦૧૦-૧૫, અને સન ૨૦૧૫ થી કાર્યરત. ચેરમેન, ટાઉન પ્લાનિંગ સમિતિ, સુરત મહાનગરપાલિકા. સભ્ય, અખંડ આનંદ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જેવી વિવિધ જવાબદારીઓ વહન કરી છે. તેઓ સમાજસેવા અને ઘોડેસવારી જેવા શોખ ધરાવે છે.

(૨૪) દેવાભાઇ પુંજાભાઇ માલમ

દેવાભાઇ પુંજાભાઇ માલમ, ૮૮-કેશોદ મત વિભાગ (જૂનાગઢ) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.૧૨ જાન્યુઆરી ૧૯૫૯ના રોજ માંગરોળ તાલુકાના થલી ખાતે થયો છે. તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીના પ્રમુખ પદે સેવાઓ આપી રહ્યા છે. તેઓ પ્રવાસ અને સમાજસેવાનો શોખ ધરાવે છે.

સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કેમ ! : શહેરના ત્રણ ટોચના સીએ બેકાબુ
CBI એ ફેસલેસ એસેસમેન્ટનો ગુપ્ત ડેટા લીક કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો : ઈન્કમટૅક્ષના ડેપ્યુટી કમિશનર,CA સહીત 9 વિરુદ્ધ નોંધાઈ FIR
વલસાડ-વાપીના બિલ્ડર્સ,જમીનદારો અને વકીલોને ત્યાં ઈન્ક્મટેક્ષના દરોડા
નાણાંમંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ : વાંચો ફેરફારો વિષે વિગતે
સુરત હજીરા સ્થિત નફ્ફટ AMNS કંપનીને સરકારી જમીનમાં દબાણ કરવા મુદ્દે 18 કરોડનો દંડ ફટકારાયો !
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Share
Previous Article CM ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ખાતાની વહેંચણી, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોપાયું
Next Article આર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો અને કોરોના સંક્રમણની ત્રીજી લહેર હાલ ચિંતાજનક નહીં રહેવાના અહેવાલે ભારતીય શેરબજારમા ઐતિહાસિક તેજી યથાવત્…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલ સામે હિઝબુલ્લાહ હવે બરોબર ભરાયું! યુદ્ધવિરામ અંગે વાતચીત માટે તૈયાર, આત્મસમર્પણની તૈયારી?

10 months ago

અધમૂવું થયેલું હીઝબુલ્લાહ ઘૂંટણિયે ઇઝરાયેલ સાથે વાટાઘાટોની આજીજી

10 months ago

ઈઝરાયલે કહેર વર્તાવ્યો, હમાસનો વધુ એક મોટો લીડર ઠાર : ગાઝામાં 25, લેબેનોનમાં 13નાં મોત

10 months ago

ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ પોકાર્યો બળવો! હિજાબના વિરોધમાં વિદ્યાર્થીનીએ કપડાં ઉતાર્યા

10 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Health
  • Audio
  • Self-driving Car
  • World News
  • Video
  • Music
  • Instagood
  • Finance
  • Joe Biden
  • Science
  • Beautiful
  • Recipes
  • Wellness
  • Climate
  • Workout
  • News
  • નમસ્તે ટ્રમ્પ
  • Fashion
  • Design
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Covid
  • Travel
  • Viral
  • Guardian
  • Corona Virus
  • TV Show
  • Food
  • Book
  • Gardening
  • Photography
  • Opinion
  • Exercise
  • Style
  • Selfcare
  • Conservative
  • Like
  • Ukraine War
  • Motivation
  • Politics
  • Movie
  • Vote
  • ક્રેન તૂટી પડતાં
  • સિંગર વિશાલ દદલાની
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • મોત
  • વરૂણ ધવન ઘાયલ
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'સૂર્યવંશી'
  • માતા-પિતા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up