મુંબઈ : એમબીબીએસ કોર્સના આશરે ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ)ને પત્ર લખીને નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) પાછળ ધકેલવાની માગ કરી છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે,નીટ પરીક્ષા ૧૭ જુલાઈના રોજ છે અને તેના નજીકના દિવસોમાં જ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ લેવામાં આવવાની છે.આથી એક સાથે વિદ્યાર્થીઓને અલગ-અલગ પરીક્ષા માટે તૈયારી કરવી એ મુશ્કેલીભર્યું બની રહેશે.એમબીબીએસ કરવા માગતા ઉમેદવારોએ પત્રમાં લખ્યું છે કે,આ વર્ષની નીટની પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવાઈ.પરંતુ ગયા વર્ષની પરીક્ષા માટેનું કાઉન્સેલિંગ હજી પૂરું થયું નથી.ઉપરાંત ગયા વર્ષે નીટ પરીક્ષા પહેલી ઑગસ્ટે જાહેર થઈ હતી.પરંતુ કોરોના મહામારીને પગલે તે ૧૨ સપ્ટેમ્બર સુધી પાછળ ધકેલાઈ હતી.એમબીબીએસ થવું એ લાખો વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે અને વાલીઓ અને શિક્ષકોની ભાવના સાથે તે સંબંધિત હોય છે.પરીક્ષાની તારીખોને લીધે વિદ્યાર્થીઓનું તે સ્વપ્ન ભંગ થઈ શકે છે.તેમ ન થાય તે માટે પૂરતો સમય આપવો જરુરી છે.
આશરે 10 હજાર વિદ્યાર્થીઓએ ‘નીટ’ પરીક્ષા પાછળ ધકેલવાની માગ કરી

Leave a Comment

