આસામમાં ભાજપે શાનદાર જીત મેળવીને સત્તામાં વાપસી કરી એ સાથે મુખ્યમંત્રીપદના મામલે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.સર્બાનંદ સોનોવાલ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી હતા પણ હિમંત બિશ્વ સરમાએ પોતાને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવવાની જીદ પકડતાં ભાજપે સોનોવાલને ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાનું ટાળ્યું હતું.પરિણામો પછી તેમના નામે અંગે વિચારણા કરવાની ખાતરી આપીને સરમાને મનાવી લેવાયા હતા.
રવિવારે બપોર સુધીમાં જ ભાજપ ફરી સરકાર રચશે એ સ્પષ્ટ થઈ જતાં સરમાએ ફરી આ મુદ્દો ઉઠાવ્યો.આસામમાં ભાજપના પ્રભારી તરીકે રાષ્ટ્રીય ઉપપ્રમુખ જય પાંડા છે.સરમાએ પાંડાને મળીને સ્પષ્ટ કર્યું કે, આ વખતે તેમના નામનો વિચાર નહીં કરાય તો પોતે વિચારવું પડશે.પાંડાએ સરમાની અમિત શાહ સાથે વાત કરાવીને તેમને શાંત પાડયા.
શાહની સૂચનાથી પાંડાએ નિવેદન પણ આપ્યું કે, ભાજપે મુખ્યમંત્રીપદ અંગે કોઈ નિર્ણય લીધો નથી ને પાર્લામેન્ટરી બોર્ડ અંતિમ નિર્ણય લેશે.પાંડાએ આસામની જીત માટે મોદીની યોજનાઓએ જવાબદાર છે એવું કહીને સોનોવાલને પણ પત્તું કપાવાનો સંકેત આપી દીધો.


