દિસપુર, તા. 9. માર્ચ. 2022 બુધવાર : આવતીકાલ, 10 માર્ચે પાંચ રાજયોની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા ભાજપને આસામમાંથી સારા ન્યૂઝ મળ્યા છે.
આસામમાં નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર થયો છે.80માંથી 74 નગર પાલિકાઓ પર ભાજપે કબ્જો કર્યો છે.
જ્યારે કોંગ્રે્સના ભાગે માત્ર એક નગર પાલિકા આવી છે.ભાજપની સહયોગી અસમ ગણ પરિષદ પાર્ટીને બે નગર પાલિકામાં જીત મળી છે.અન્ય બે નગર પાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે.
આસામમાં નગર પાલિકાના 80 બોર્ડ છે અને કુલ 920 વોર્ડનો સમાવેશ થાય છે.કુલ મળીને 2532 ઉમેદવારો ચૂંટણીમાં હતા.
દરમિયાન મતગણતરી બાદ પરિણામો જાહેર થઈ રહ્યા છે અને આસમમાં ભાજપનુ વર્ચસ્વ યથાવત હોવાનુ પરિણામો કહી રહ્યા છે.