આસામના વિશ્વનાથ જિલ્લામાં એક દિલને હચમચાવતી ઘટના સામે આવી છે. જયા સાત છોકરાઓએ એક બાર વર્ષની સગીર છોકરી સાથે ગેંગરેપ કર્યો અને પછી જંગલમા લઇ જઇ તેને પર લટકાવીને મારી નાખી.ઘટનાની જાણકારી મળ્યા પછી સ્થાનીક લોકોમાં આક્રોશ વધી ગયો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગોહપુર પોલિસ સ્ટેશન અંતર્ગત ગામની છે સાતેય આરોપીઓને ગોહપુરમાંથી ધરપકડ કરવામા આવી છે. જાણવા મળ્યુ કે સાતેય આરોપીઓ સગીર છે. બધાની ઉમર ૧૮ થી ઓછી છે. સુત્રોના જણાવ્યા મુજબ પરીક્ષા પુરી થયા પછી છોકરાઓએ પાર્ટીના બહાને છોકરીને બોલાવેલ અને ઘટનાને અંજામ આપેલ.