સાપુતારા : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સામાજીક ન્યાય પખવાડિયા ઉજવણી કાર્યક્રમના ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની પ્રેરણાથી અને પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ના આહવાનથી “પોષણ અભિયાન” અંતર્ગત બાલ આહાર કીટ તથા ફ્રુટનું વિતરણ બાળકોને સુપોષિત કરવા આહવા ડુંગરી ફળિયા ખાતે વિતરણ કરવામાં આવ્યું,જેમાં ડાંગ જિલ્લાના સંગઠનના પ્રભારી શ્રી પ્રફુલભાઇ પાનસેરીયા, સીતાબેન નાયક, જિલ્લા ભા.જ.પા પ્રમુખશ્રી દશરથભાઈ પવાર, ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ,મહામંત્રીશ્રી કિશોરભાઈ ગાવિત, ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી, મીડિયા સેલના કન્વીનર પાંડુભાઈ ચૌધરી આંગણવાડી વર્કર જયશ્રીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


