By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આહવા તાલુકાના જાખાના ગ્રામ પંચાયતમાં નાળા બીડિંગની કામગીરીમાં વ્યાપક ગોબચારી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > આહવા તાલુકાના જાખાના ગ્રામ પંચાયતમાં નાળા બીડિંગની કામગીરીમાં વ્યાપક ગોબચારી
GeneralSouth Gujarat

આહવા તાલુકાના જાખાના ગ્રામ પંચાયતમાં નાળા બીડિંગની કામગીરીમાં વ્યાપક ગોબચારી

HM News
Last updated: 01/04/2022 8:37 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ જાખાના ગ્રામ પંચાયત દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે બની રહેલ નાળા બીડિંગ ની કામગીરીમાં વ્યાપક ગોબચારી આચરાતી હોવાની બુમ ઉઠવા પામી છે.

મળતી માહિતી મુજબ આહવા તાલુકા પંચાયત હસ્તકની જાખાના ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વાંગણના માળથી ઝીપરભાઈના ખેતરમાં જતા માર્ગને જોડતા કોતર પર નાળા બીડિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ લાખ્ખો રૂપિયાના ખર્ચે બની રહેલ નાળાની કામગીરીમાં તદ્દન હલકી ગુણવત્તા વાળું મટિરિયલ્સ સાથે પીસીસી કર્યા વગર માત્ર માટીમાં પુરાણ કરી ઉપરછલું નાળા નાખી દેવાયા છે.તદઉપરાંત નાળાની દીવાલ માસ્ક કોન્ક્રીટ ના બદલે મોટા મોટા પથ્થરો નાંખી દઈ ખુલ્લેઆમ ભ્રષ્ટચાર ને અંજામ આપી રહ્યા છે.આહવા તાલુકા પંચાયતના પ્રમુખ મહિલા હોવા છતાં તેમની જગ્યાએ તેમના પતિદેવ દ્વારા વહીવટ કરતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.જેના કારણે આહવા તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર બે લગામ બની જવા પામ્યો છે.તો વળી કેટલીક ગ્રામ પંચાયતમાં વિભાજન થતા ત્યાં માત્ર વહીવટદાર દ્વારા કારભાર થતો હોય કોઈપણ પ્રકારની મંજૂરી વગર આડેધડ વિકાસ કામોની લ્હાણી કરાય રહી છે.તેવામાં આહવા તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતને ફાળવેલ કામોની યોગ્ય સમીક્ષા કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમાં બે મત નથી.

કોરોનાનો કહેર યથાવત, દેશણાં 24 કલાકમાં 540 નવા કેસ નોંધાયા
આજે AAP બાદ કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા
રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી નહીં લડી શકશે?, સંસદ સભ્યપદ રદ થયા પછી હવે આ છે વિકલ્પ..!
શેરબજારમાં 7.02 લાખ કરોડનું ધોવાણ, ક્રૂડ 100 ડોલર નજીક પહોંચતા પેટ્રોલ-ડીઝલના ભાવ દઝાડશે
ભાજપમાં પત્રિકા કાંડ : રાજુ પાઠકના બે મોબાઈલ ફોન કબજે કરી FSL માં મોકલાયા
Share This Article
Facebook Email Print
Previous Article કડોદરામાં ટેમ્પામાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું
Next Article માજી ગૃહ મંત્રી સ્વ. હરેન પંડ્યા હત્યા કેસ : હૈદરાબાદના 8 આરોપીને કોર્ટે 19 વર્ષે પુરાવાના અભાવે છોડી દીધા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up