આહવા : 6 મહિલાઓ વિદેશી દારૂની ખેપ મારતા LCB પોલીસે ઝડપી પાડી

HM News
1 Min Read

સાપુતારા : મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના સરહદિય વિસ્તાર મહારાષ્ટ્ર માંથી ખાનગી જીપમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી જિલ્લા પોલીસ વડાને થતા ડાંગ એલસીબી અને સાપુતારા પોલીસને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી.તે દરમિયાન મહિન્દ્રા જીપ ન.જીજે 21,6418માં કેટલીક મહિલાઓ ઠેલાંના બાચકા બનાવી રાનપાડા સોનુનીયા માર્ગથી આહવા તરફ આગળ વધી રહી હતી તે દરમિયાન એલસીબી પીએસઆઇ પી.એચ મકવાણા અને ટીમે જીપની તલાસી લેતા કુલ 32 હજાર ની દારૂ અને જીપ મળી 1,83050નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

એલસીબી પોલીસે જીપમાં બેસેલ અરુણા દિનેશ ભોયે રહે દેવલપાડા આહવા પાસે થી બોટલ નં 38,જમનાબેન રાકેશભાઈ ભોયે રહે દેવલપાડા આહવા બોટલ ન 38,નવનીતા કમલેશ ગવલી રહે આશ્રમ રોડ આહવા બોટલ ન 38,નિર્માળા મહેશ ચૌધરી રહે બંધારપાડા આહવા બોટલ નં 38 ,સુનિતા પરેશ રાઉત રહે બંધારપાડા આહવા બોટલ ન 41 ,ઉર્મિલા અમર ભોયે રહે દેવલ પાડા આહવા પાસે થી વહીસ્કી અને બિયર ની બોટલ 226 ની કુલ કિંમત રૂ 32050 અને જીપની કિંમત 1,50,000મળી કુલ 1,83050નો મુદામાલ કબજે કરી તમામ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *