[weather_data]
Breaking News
TRENDING NEWS

આ અભિનેત્રીનો બાથટબનો વીડિયો થયો વાયરલ, લોકો બોલ્યા- હાય ગરમી….

[updated_date] [post_views]

Table of Content

અભિનેત્રી ઇશા ગુપ્તા આ દિવસોમાં ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો અને વીડિયોની સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે ફરી એકવાર અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બાથટબ વીડિયો શેર કર્યો છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં ઇશાની બોલ્ડ અદાઓએ ફેન્સનું દિલ જીતી લીધું છે. આ વીડિયોને શેર કરતી વખતે, ઇશાએ કેપ્શનમાં લખ્યું છે ‘#Teaser.’

ખરેખર, આ વીડિયો શૂટિંગ દરમિયાનનો છે, જેમાં ઇશા બાથટબમાં પોઝ આપી રહી છે. આ વીડિયોમાં ઇશા બાથટબમાં પડેલી જોવા મળી રહી છે. વીડિયોમાં પહેલા ઇશા પાણીની નીચે સૂઈ રહી છે, ત્યારબાદ તે પાણીમાંથી બહાર આવી હતી અને પોઝ આપતી જોવા મળી રહી છે. આ વિડિઓમાં, તે ખૂબ સુંદર દેખાઈ રહી છે કે તમે તેની પરથી તમારી નજર હટાવી શકશો નહીં.ઇશા ગુપ્તાનો વીડિયો તેના ચાહકો દ્વારા એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે, લાખો લોકોએ તેને થોડાક સમયમાં જોયો છે. તેના આ વીડિયો પર યૂઝર્સે કોમેન્ટ કરતા લખ્યું છે કે ‘તે ખૂબ જ સુંદર છે તો બીજા યુઝરે ઇશાનો આ વીડિયો હોટ ગણાવ્યો અને કહ્યું ગરમી બહુ વધારે છે. ઇશાના આ બાથટબ વીડિયો પર તેના ચાહકો સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઇશા ગુપ્તાએ વર્ષ 2012 માં ફિલ્મ ‘જન્નત 2’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેની સાથે ઇમરાન હાશ્મી જોવા મળ્યો હતો તે જ સમયે, ઇશા ગુપ્તા ફિલ્મ ‘વન ડે: જસ્ટિસ ડિલીવરેડ’ માં જોવા મળી હતી, જેમાં અનુપમ ખેર તેની સાથે જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles