નવી દિલ્હી : અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવાનો ઈંતેજાર કરી રહેલા ભગવાન રામના ભક્તો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.સમાચાર મુજબ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ આગામી 15 ડિસેમ્બરેથી શરૂ થઈ શકે છે.મંદિરના નિર્માણને લઈ હાલ ટેક્નિકલ નિષ્ણાંતોના રિપોર્ટનો ઈંતેજાર છે,જે આવતાં જ નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે.પાછલા બે દિવસથી અયોધ્યામાં ચાલી રહેલ મંદિર નિર્માણ સમિતીની બેઠક મંગળવારે ખતમ થઈ અને સમિતિએ પણ આ સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું કે જલદી જ રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે.ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અયોધ્યામાં રામ મંદિરને લઈ બોલાવવામાં આવેલી બેઠકમાં મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા ઉપરાંત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારી પણ સામેલ થયા.જણાવી દઈએ કે અગાઉ 15 ઓક્ટોબરેથી રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થવાનું હતું,પરંતુ બાદમાં તે આગળ વધારવામાં આવ્યું. ઉપરાંત રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલ નિષ્ણાંતોને પણ સાઈટ અંદરથી અમુક મીટર સુધીની ઢીલી રેતી મળી, જે કારણે રામ મંદિરના નિર્માણની તારીખ આગળ વધારવામાં આવી.

