By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આ તારીખે CDS જનરલ બિપિન રાવતનું મરણોપરાંત પદ્મ વિભૂષણથી થશે સન્માન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આ તારીખે CDS જનરલ બિપિન રાવતનું મરણોપરાંત પદ્મ વિભૂષણથી થશે સન્માન
GeneralNational

આ તારીખે CDS જનરલ બિપિન રાવતનું મરણોપરાંત પદ્મ વિભૂષણથી થશે સન્માન

HM News
Last updated: 19/03/2022 11:34 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 19 માર્ચ 2022, શનિવાર : દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતને 21 માર્ચના રોજ મરણોપરાંત પદ્મ વિભૂષણ વડે અલંકૃત કરવામાં આવશે.આગામી 21 માર્ચના રોજ તેમની દીકરીઓ કૃતિકા અને તારિણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ સન્માન ગ્રહણ કરશે.આ વર્ષે 21 અને 28 માર્ચના રોજ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ સન્માન પ્રદાન કરવામાં આવશે.ગત 26 જાન્યુઆરીના રોજ 128 લોકોને પદ્મ સન્માન આપવાની જાહેરાત થઈ હતી.તેમાંથી 4ને પદ્મ વિભૂષણ,17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રી સન્માન વડે અલંકૃત કરવામાં આવશે.હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન

ગત 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુ ખાતે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ રાવતનું અવસાન થયું હતું.ઉલ્લેખનીય છે કે,પદ્મ વિભૂષણ એ ભારત સરકાર તરફથી આપવામાં આવતું બીજું સર્વોચ્ય નાગરિક સન્માન છે.જનરલ બિપિન રાવતને 31 ડિસેમ્બર 2019ના રોજ દેશના પ્રથમ CDS તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.CDSનું પદ સોંપવામાં આવ્યું તે પહેલા તેઓ દેશના 27મા થલ સેના અધ્યક્ષ હતા.પૌડી ગઢવાલના હતા રાવત

ઉત્તરાખંડના પૌડી ગઢવાલ ખાતે આવેલા સૈંણ ગામ સાથે સંબંધ ધરાવતા CDS જનરલ બિપિન રાવતના પિતા લક્ષ્મણ સિંહ રાવત પણ સેનામાં ઉપસેના પ્રમુખના પદેથી સેવાનિવૃત્ત થયા હતા.જનરલ રાવતે શિમલાની સેન્ટ એડવર્ડ શાળા અને રાષ્ટ્રીય રક્ષા અકાદમી ખડગવાસલા ખાતેથી અભ્યાસ કર્યો હતો.ડિસેમ્બર 1978માં તેમને ભારતીય સૈન્ય અકાદમીમાંથી ગોરખા રાયફલ્સની 5મી બટાલિયનમાં કમિશન મળ્યું હતું.

તાજેતરમાં તેમના 64મા જન્મદિવસ પર દિલ્હી સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે પ્રથમ મેમોરિયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.પૂર્વ વાયુસેના પ્રમુખ આરકે એસ ભદૌરિયા ‘અચીવિંગ સેલ્ફ રિલાયન્સ’વિષય પર આયોજિત આ લેક્ચરના મુખ્ય વક્તા હતા.CDSના પદ પર રહીને જનરલ રાવતે રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના વિઝનને આગળ વધાર્યું હતું.તેઓ માનતા હતા કે,જો ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનવું હોય તો તેણે સ્વદેશી હથિયારોનું ઉત્પાદન વધારવું પડશે.

સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણે પણ સીડીએસ બિપિન રાવતની યાદમાં શીર્ષ સૈન્ય થિન્ક ટેન્ક ‘યુનાઈટેડ સર્વિસ ઈન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા (USI)’ માં ‘ચેર ઓફ એક્સીલેન્સ’ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે.ઉત્તરાખંડની દૂન વિશ્વવિદ્યાલયમાં પણ CDS જનરલ બિપિન રાવતની યાદમાં સ્મૃતિ વ્યાખ્યાન માળાની શરૂઆત કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ફરી તૂટવાના એંધાણ
ભાજપ અને કૉંગ્રેસના રિસાયેલા કાર્યકરોને મનાવવા ધારાસભ્યો અને નેતાઓની ડેમેજ કંટ્રોલ સાથેની ડિનર ડિપ્લોમસીની કવાયત
ગોવાની હોસ્પિટલમાં રાતના ૨ વાગ્યે ઓકિસજન ખૂટયો : કોરોનાના ૨૬ દર્દીઓના મોત
વધતા નવા કેસ : ગુજરાતમાં બેડ-ઓકિસજન માટે ‘કટોકટી’ જેવી હાલત
મોબાઈલ ફોન ચોરવા આવ્યાની શંકાથી 28 વર્ષના યુવકની ઢોરમાર મારી હત્યા
Share This Article
Facebook Email Print
Previous Article હાફિજ સઈદ, સૈયદ સલાહુદ્દીન વિરૂદ્ધ UAPA અંતર્ગત કેસ દાખલ થાયઃ NIA કોર્ટનો આદેશ
Next Article પીળી પાઘડી સાથે શું હતું ભગતસિંહનું કનેક્શન? પંજાબની સરકારી ઓફિસોમાં ફોટાને લઈ થયો વિવાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up