છેલ્લા પાંચ વર્ષથી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા સિનિયર IAS અંજુ શર્માની અંતે બદલી કરવામાં આવી છે.તેઓને ગુજરાત યુનિવર્સિટી ઉપર વિશેષ પ્રેમ હોવાને કારણે સૌથી વધુ ગ્રાન્ટ પણ આપી હતી.તેમની બદલી થઈ જતા હવે લોકોને એવું લાગે છે કે મેડમને આખરે યુનિવર્સિટીમાંથી વિદાય લેવી પડી છે.પરંતુ આ વાત સાચી નથી. કેમકે મેડમ ગુજરાત યુનિવર્સિટીમાં કાયમી રહેવાના છે.કારણ કે છેલ્લા ૧૮ વર્ષથી બંધ રહેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની અંદરના IAS ટ્રેનિંગ સેન્ટરને એકાદ વર્ષ પહેલાં રિનોવેશન કરીને ફરીથી શરૂ કરાયું છે.તેના બોર્ડ ઓફ ગર્વિંનગ કમિટીનાં ચેરમેન અંજુ શર્મા છે. અન્ય બે IAS નાગરાજન અને નિરાલા પણ કમિટીમાં છે.
આશ્ચર્યની વાત એ છે કે તેઓ પ્રિન્સિપલ સેક્રેટરીના હોદ્દાની રુએ ચેરમેન બન્યા હોત તો તેઓએ આ હોદ્દો છોડવો પડે.પરંતુ તેઓ IAS અધિકારીની રુએ ચેરમેન બન્યા છે.વાઈસ ચાન્સેલર હિમાંશુ પંડયા પણ મેમ્બર સેક્રેટરી છે.હવે આ બધા IAS અધિકારીઓ નિવૃત્ત થશે તો પણ અહીં રહી શકશે.ગુજરાત યુનિવર્સિટી સ્વાયત્ત બોડી હોવાથી પોતાની મરજી મુજબનું બંધારણ ઘડી દેવાયું છે.


