શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઇલાજ કરનાર ભારતીય કંપની સિપ્લા આવતા 6 મહિનામાં કોરોના વાયરસની દવા લાવી શકે છે. કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઇ ચુક્યો છે. હજુ સુધી કોરોનાનો કોઈ ઇલાજ સામે આવ્યો નથી, આ દિશામાં ભારતીય દવા કંપની સિપ્લાએ પગલા ઉઠાવ્યા છે.
સિપ્લા કોરોના વાયરસની દવા પુરી પાડવા માટે પહેલી ભારતીય કંપની બની શકે છે. કંપની સરકારી પ્રયોગશાળાઓની સાથે મળીને કોરોનાની દવાને વિકસિત કરવાની સાથે આ બીમારી શ્વાસ લેવાની સમસ્યા, અસ્થમા, એન્ટી વાયરસ દવાઓ તથા એચઆઈવીની દવાઓના ઉપયોગ પર પ્રયોગ કરી રહી છે.
સિપ્લા પ્રમોટર યુસુફ હામિદને જણાવ્યું છે કે અમે અમારા સંશોધનો દેશના ફાયદાઓ માટે રાષ્ટ્રીય કર્તવ્ય સમાન છે. કંપનીએ આ દવાઓનું ઉત્પાદન બમણું કરી દીધું છે. સિપ્લા સ્વિર્ટઝલેન્ડની કંપની રોચેજની દવા એકટેમરાનું ભારતમાં પહેલા જ વિતરણ કરી ચુકી છે. આ દવાનો ઉપયોગ ફેફસાની સાથે જોડાયેલ ગંભીર સમસ્યાઓનો ઇલાજ કરવા માટે થાય છે.
સિપ્લાની આ પહેલ હાલના સંજોગોમાં ખુબજ મહત્વ રાખે છે. કેમકે શ્વાસ લેવાની તકલીફ, એન્ટી ફ્લૂ તથા એચઆઈવી જેવી સમસ્યાઓમાં આ કંપનીનું મહત્વનું યોગદાન રહ્યું છે. હાલ કોરોનાની કોઈ દવા નથી જ્યારે એચઆઇવી,એન્ટી વાયરલ તથા એન્ટી મેલેરિયાની દવાઓથી ઇલાજ થઈ રહ્યો છે. દુનિયાભરમાં 10 હજારથી વધુ લોકો મોતને ભેટ્યાં છે.
સિપ્લા લોપિમ્યૂન ટેબલેટ પહેલાજ બનાવી ચુકયો છે, જે લોપિનાવિર અને રિટોનાવિરનું કોમ્બિનેશન છે. અને આ પહેલા આ દવાને મંજૂરીને મળી ચુકી છે.