મુંબઈ : મહારાષ્ટ્રમાં શાસક શિવસેનાના પ્રવકતા તથા સાંસદ સંજય રાઉતના પત્નીને પંજાબ એન્ડ મહારાષ્ટ્ર સહકારી બેન્કમાં રૂા.50 લાખની લેવડ દેવડના પ્રકરણમાં એન્ફોર્સમેન્ટન નોટીસથી ફરી રાજકારણ ગરમાયું છે.રાજયમાં ફડચામાં ગયેલી આ સહકારી બેન્કમાં ગેરરીતિ અંગે જે તપાસ ચાલી રહી છે તેમાં સંજય રાઉતના પત્ની રાઉતના ખાતામાંથી રૂા.55 લાખના વ્યવહારોની પણ તપાસ છે અને આ નાણા અન્ય ખાતામાં ટ્રાન્સફર થયા છે અને તે કોના ખાતામાં જમા થયા છે તે અંગે પણ તપાસ થઈ છે.જેથી આ વ્યવહારમાં શંકા જણાતા આવતીકાલે વર્ષો રાઉતને એન્ફોર્સમેન્ટ ભિગે હાજર થવા નોટીસ આપી છે જેની સામે સંજય રાઉતને ટવીટ કરીને ‘આ દેખે કિસ મે કિતના હૈ દમ… જમકે રખના કદમ મેરે સાથીયા’ જણાવીને આ એક રાજકીય ખેલ જ હોવાનો આક્ષેપ કર્યો છે.આ બેન્કમાંથી વાઘવાન ફેમીલી છે તેમની ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીના નામે રૂા.4355 કરોડની હેરાફેરી કરી છે જેની તપાસમાં આ વિગતો બહાર આવી છે.

