– તુર્કીના માફિયાઓ પર આરોપ લગાવતા Ersan Sanerએ કહ્યું કે, આ ફક્ત મારા પર જ નહીં પરંતુ મારા પરિવાર, મારી પાર્ટી અને અમારી રાજકીય સંસ્થાઓ પર હુમલો કરવામાં આવ્યો
નવી દિલ્હી, તા. 22 ઓક્ટોબર: ઉત્તરી સાઈપ્રસના વડાપ્રધાન Ersan Sanerનો એક વીડિયો લીક થયા બાદ તેમણે રાજીનામુ આપ્યું છે. આરોપ છે કે, Ersan Sanerની સેક્સ એક્ટનો વીડિયો એક માફિયાએ લીક કર્યો હતો.જોકે Ersan Sanerએ કરેલા દાવા પ્રમાણે વીડિયોમાં તેઓ નથી અને આ તેમને બદનામ કરવા માટેનું ષડયંત્ર છે.
બે બાળકોના પિતા એવા 54 વર્ષીય Ersan Saner છેલ્લા કેટલાય દિવસોથી રાજકીય દબાણના શિકાર હતા.તેમની પોતાની પાર્ટી રાષ્ટ્રીય એકતા પાર્ટી (યુબીપી)એ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું.જોકે Ersan Saner તો પણ સરકારમાં હતા અને તેઓ ચૂંટણી બાદ ફરી રાજકારણમાં બની રહેવાની યોજના બનાવી રહ્યા હતા.જોકે મંગળવારે અપમાનજનક વીડિયો સામે આવ્યા બાદ Ersan Sanerની છબિને ભારે મોટો ઝાટકો લાગ્યો છે.આ વીડિયોમાં એક 20 વર્ષીય યુવતી સ્ટ્રિપ ટીઝ કરતી જોવા મળી રહી છે જ્યારે વડાપ્રધાન Ersan Saner કથિત રીતે માસ્ટરબેટ કરતા દેખાઈ રહ્યા છે.જોકે Ersan Sanerએ આ વીડિયોને ફેક ગણાવ્યો હતો.
Ersan Sanerએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વીડિયો તેમનો નથી. તેમણે કહ્યું કે, કોઈ મને મારા વહાલા દેશ,મારી પાર્ટીની સેવા કરતા રોકવા માગે છે પરંતુ તેઓ આવું રાજકીય માધ્યમ દ્વારા નહીં પણ ખુલ્લા હુમલાના માધ્યમથી કરી રહ્યા છે. આ ઉદ્દેશ્ય પાર પાડવા માટે એક ષડયંત્ર રચવામાં આવ્યું છે.
તુર્કીના માફિયાઓ પર આરોપ લગાવતા Ersan Sanerએ કહ્યું કે, આ ફક્ત મારા પર જ નહીં પરંતુ મારા પરિવાર,મારી પાર્ટી અને અમારી રાજકીય સંસ્થાઓ પર હુમલો કરવામાં આવ્યો.આ કારણે અમે અમારા કાયદાકીય સલાહકારો સાથે બેઠક કરી રહ્યા છીએ.


