નવી દિલ્હી, તા. 11 મે 2022, બુધવાર : રશિયા અને યુક્રેન મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલની કિંમત (Crude oil price) ટોચ પર પહોંચી ગઈ છે.જેના કારણે ઘણા દેશોમાં મોંઘવારીએ ઘણા દશકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.યુકેમાં ફુગાવો 30 વર્ષની ટોચે પહોંચી ગયો છે. જેના કારણે લોકોને 2 ટંકની રોટી મેળવવા પણ મુશ્કેલીઓ પડી રહી છે. એક નવા સંશોધન મુજબ, આગામી એક વર્ષમાં લગભગ 15 લાખ પરિવારો ખાવા-પીવા અને ઊર્જાના બિલ ચૂકવવાની સ્થિતિમાં નહીં હોય.મોંઘવારી અને ભારે ટેક્સે અહીના પરિવારોનું બજેટ બગાડ્યું છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ (NIESR) અનુસાર, બ્રિટન આ વર્ષે મંદીની ઝપેટમાં આવશે. આ દેશના લોકોને આવી સ્થિતિમાંથી બચાવવા માટે નાણાપ્રધાન ઋષિ સુનકને અપીલ કરી છે કે, તેઓ લોકોને આ પરિસ્થિતિમાંથી બચાવવા માટે વધુ પગલાઓ જલ્દી દે.નાણા મંત્રાલયનું કહેવું છે કે, સરકાર લોકોને દરેક સંભવ મદદ કરી રહી છે.NIESRએ યુકેની અર્થવ્યવસ્થા પરના તેના તાજેતરના ત્રિમાસિક અંદાજમાં જણાવ્યું છે કે, ગરીબ પરિવારો ફુગાવાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.બેન્ક ઓફ ઈંગ્લેન્ડનું કહેવું છે કે, ફુગાવો થોડા મહિનામાં 10 % સુધી પહોંચી શકે છે
એક અહેવાલ મુજબ, NIESR એ કહ્યું કે, સરકારે મે અને ઓક્ટોબર વચ્ચે દર અઠવાડિયે યુનિવર્સલ ક્રેડિટમાં 25 પાઉન્ડનો વધારો કરવો જોઈએ. આનાથી સરકાર પર 1.3 બિલિયન પાઉન્ડનો બોજ પડશે. જો તેમને આ સમર્થન નહીં આપવામાં આવે તો દેશમાં ગરીબી વધશે.જેના કારણે લાખો પરિવારો ભૂખમરાનો સામનો કરશે.NIESR મુજબ, ફુગાવો 2022 માં 7.8% રહેશે અને 2024 સુધીમાં તે 3% થી ઉપર હશે.બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ફુગાવાનો લક્ષ્યાંક 2 ટકા રાખ્યો છે.NIESR એ 2022 માં આર્થિક વૃદ્ધિ દર 3.5% રહેવાનો અંદાજ મૂક્યો છે, પરંતુ વર્ષના છેલ્લા બે ક્વાર્ટરમાં તે ઘટી શકે છે.આ યુકે અર્થતંત્ર મંદીમાં જશે.સતત બે ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થામાં ઘટાડાને મંદી કહેવામાં આવે છે.NIESRનું કહેવું છે કે, સરકારની નીતિઓને કારણે દેશમાં લોકોની વાસ્તવિક આવકમાં ઘટાડો થશે.તેમના મતે 2022માં પરિવારોની વાસ્તવિક આવકમાં 2.4 % નો ઘટાડો થશે અને આવતા વર્ષે બેરોજગારી પણ વધારો થશે.


