By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આ પાંચ સંકેત બતાવે છે કે તમારો સંબંધ હંમેશા મજબુત રહેશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આ પાંચ સંકેત બતાવે છે કે તમારો સંબંધ હંમેશા મજબુત રહેશે
GeneralNationalPolitics

આ પાંચ સંકેત બતાવે છે કે તમારો સંબંધ હંમેશા મજબુત રહેશે

HM News
Last updated: 23/02/2020 12:30 PM
HM News
5 years ago
Share
SHARE

આપણે બધા જાણીએ છીએ કે દરેક સંબંધો પોતાની જગ્યાએ મહત્વપૂર્ણ હોય છે અને તેમના કરતા વધારે મહત્વનું છે તેને નિભાવવું. કોઈકને કોઈક એવું હોય જ છે જે તમારા આદર્શ બને છે અને તમને લાગે કે તેઓ એક સંપૂર્ણ રિલેશનશિપ વાળુ અને સફળ દંપતી છે. આ આદર્શો તમારા માતાપિતા પણ હોઈ શકે છે, જે તમને સફળ સંબંધનું ઉદાહરણ આપે છે. દરેક સંબંધો એવા તબક્કે પહોંચે છે જ્યાં એક વ્યક્તિ તમને એવું મળે છે જેમાં તમને એવું લાગે છે કે તમેં એના વગર જીવી શકીશું નહી અને તે જ તમારા માટે જરૂરી બની જાય છે.
કેટલીક બાબતોને સમજવી અને એક ટીમની જેમ તેમના પર સાથે કામ કરવું, ભાગીદારીને પ્રોત્સાહન આપશે. તે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને સાથે તમારા સપનાને સાકાર કરવામાં મદદ કરે છે. અહીં અમે તમને આવા કેટલાક સંકેતો વિશે જણાવીશું, જે નિશ્ચિત કરે છે કે તમારો સંબંધ લાંબો ચાલશે.
તમે એક બીજા પર વિશ્વાસ કરો છો
સંબંધ માટે વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ છે. જેમ કોઈ બાળક તેની માતા પર અને જેના પર તે પ્રેમ કરે છે તેના પર વિશ્વાસ રાખે છે. તમારા જીવનસાથીને જાણવાની જરૂર છે કે તમે વિશ્વાસપાત્ર છો અને મુશ્કેલ સમયમાં તેની સાથે હશો. સંબંધમાંની બધી તિરાડો અને અંતરાલોને દૂર કરવા માટે વિશ્વાસ એ મહત્વનું પરિબળ છે. તે જાણવું મહત્વપૂર્ણ છે કે વિશ્વાસ તમારી સમસ્યાઓ દૂર કરે છે અને આ તમને તમારા જીવનસાથી સાથે સુરક્ષિત અનુભવ કરાવશે. જો તમારા સંબંધોમાં વિશ્વાસ છે તો પછી તમે બંને હંમેશાં એકબીજાની સાથે જ રહેશો.
તમે એકબીજાથી કંઈપણ છુપાવતા નથી
વિશ્વાસ પછી જો કોઈ વસ્તુ સૌથી મહત્વપૂર્ણ છે તો તે છે કે તમે બંને મહત્વપૂર્ણ બાબતો એકબીજા સાથે શેયર કરો. રિલેશનશિપમાં એક બીજા માટે સંપૂર્ણ રીતે ઓપન રહેવું તે મહત્વપૂર્ણ છે. પ્રામાણિકતાનો અર્થ એ નથી કે તમારા જીવનસાથી વિશે તમે શું વિચારો છો તે કહેવું. આનો અર્થ એ છે કે દોષ અને ભૂલને શેયર કરવી. તે જાણવું મહત્વપૂર્ણ છે કે શું તમે તમારા જીવનસાથી સાથે પ્રામાણિક અને ઓપન છો? જો જવાબ હા છે, તો તે એક સારો સંકેત છે અને તમે બંને લાંબા સમય સુધી સાથે રહેશો.
તમે સમાધાન કરો છો?
સંબંધોમાં તમે ઝઘડાથી બચી શકતા નથી, પરંતુ એક બીજાની વાત સાંભળીને તમે સમાધાન જરૂર કરી શકો છો. સંબંધોમાં લોકોની ટીકા કરવાને બદલે તેણે ખુદ એ બીજાની વાત સાંભળવા માટે પ્રોત્સાહિત થવું જોઈએ. લડત પછી જો તમારા સાથીને એકલા રહેવાની જરૂર હોય તો તેમને થોડા સમય માટે એકલા છોડી દો. તમારે તરત જ મુદ્દા વિશે વાત કરવાની જરૂર નથી. થોડા સમય પછી બંનેએ સાથે વાત કરવી જોઈએ. જો તમારા સંબંધોમાં પણ આવું થાય છે, તો આ એક સારો સંકેત છે.
તમે તમારા અંતરને ઓળખો
કોઈ પણ સંબંધમાં લડવું સામાન્ય છે પરંતુ એક બીજાની પસંદગીઓ જાણવી તમારા માટે મહત્વપૂર્ણ છે. તમે બંને અલગ અલગ વ્યક્તિ છો અને જુદી જુદી વિચારસરણી, લાગણીઓ અને માન્યતાઓ છે. પરંતુ તે તમારા પર છે કે સમસ્યાઓનું તમે કેવી રીતે નિરાકરણ કરો છો. જો તમે તમારા જીવનસાથીની વાત સમજો છો અને તેમની ખુશી વિશે નિર્ણય કરો છો, તો પછી તમારા સંબંધ હંમેશા અકબંધ રહેશે.
એકબીજા માટે નિશ્ચિત સમય બનાવો
દિવસ દરમિયાન અથવા અઠવાડિયામાં એકબીજાને ચોક્કસ સમય આપવો જરૂરી છે. વધતા અંતરને કારણે તમારા સંબંધો પણ નબળા થઈ શકે છે. આ સમય દરમિયાન વસ્તુઓ કેવી રીતે ચાલી રહી છે તેના વિશે ધ્યાન રાખો. એકબીજાને પૂછો કે શું તમે આ સંબંધથી ખુશ છો? અને તેની ચિંતા કરો છો? તમે આજે અમારા વિશે કેવું અનુભવો છો? શું એવું કંઈ છે જે તમે આજથી અથવા છેલ્લા કેટલાક દિવસોથી અપૂર્ણ અનુભવ કરો છો અથવા વાત કરવા માંગો છો? આ તે વસ્તુઓ છે જે તમારા સંબંધોને મજબૂત બનાવે છે.

કાબુલ એરપોર્ટ પર ભયાનક સ્થિતિ, પ્લેનમાં બેસવા મારામારી : નવુ નામ હવે ઈસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન
કેન્દ્રિય MSME પ્રધાન નારાયણ રાણેનો બફાટ : ગુજરાતમાં કાથી ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર ૪,૦૦૦ કરોડ
આ દેશના PMનો સેક્સ એક્ટનો વીડિયો થયો લીક, આપવું પડ્યું રાજીનામુ
અડાજણમાં પાઇપ લાઇન સાથે કાર અથડાતા ગેસ લીકેજ થતા ભાગદોડ
મુંબઇમાં 2 વર્ષમાં 1.20 લાખ લોકોને કૂતરાં બચકાં ભરી ગયાં
TAGGED:સંબંધ હંમેશા મજબુત
Share This Article
Facebook Email Print
Previous Article સ્મીમેરમાં સ્ત્રીઓની નિર્વસ્ત્ર તપાસ કર્મચારી મંડળે ફરિયાદ કરતા તપાસ સમિતિ રચવામાં આવી
Next Article ઝડપથી તમારું વજન ઘટાડશે આ જાદુઇ પાણી, ડોક્ટર પણ આપે છે તેની સલાહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up