મુંબઇ : આગામી રવિવારે રોજ વાણગાવ અને દહાણુ સ્ટેશન વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા મેજર ટ્રાફિક બ્લોક રખાયો છે.તેનાક ારણે ગુજરાત અને મુંબઈ વચ્ચે ટ્રેનોનેે મોટાપાયે અસર થશે.પુલ નં. ૧૬૬ અને ૧૬૯ પર સ્થાયી કાયવર્જન કાર્ય પાર પાડવા આ બ્લોક રખાયો છે.જેને લીધે પશ્ચિમ રેલવેની કેટલીક લાંબા અંતરની ટ્રેનો રેગ્યુલેટ,શોર્ટ ટર્મિનેટ અને આંશિક રૃપે રદ કરવામાં આવશે.પ્રવાસીઓની સુવિધા માટે કેટલીક ટ્રેનોને વધારાનો હોલ્ટ અપાશે.પશ્ચિમ રેલવે દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે વાણગાવ- દહાણુ રોડ અપ મેઇન લાઇન પર સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી અને ડાઉન મેઇન લાઇન પર બપોરે ૧૨.૨૦થી બપોરે ૧.૨૦ સુધી કલાકનો બ્લોક રહેશે.
રવિવારે રદ કરાયેલી ટ્રેનો
ટ્રેન નં.૧૨૯૨૧ મુંબઇ સેન્ટ્રલ- સુરત એક્સપ્રેસ,ટ્રેન નં. ૧૨૯૩૫ બાંદરા ટર્મિનસ- સુરત એક્સપ્રેસ,ટ્રેન નં.૧૨૯૯૫ બાંદરા ટર્મિનસ- અજમેર એક્સપ્રેસ.ટ્રેન નં. ૦૯૧૪૩ વિરાર- વલસાડ મેમૂ,ટ્રેન નં.૦૯૧૫૯ બાંદરા ટર્મિનસ-વાપી મેમૂ,ટ્રેન નં.૧૨૯૨૨ સુરત- મુંબઇ સેન્ટ્રલ એક્સપ્રેસ,ટ્રેન નં.૧૨૯૩૬ સુરત-બાંદરા ટર્મિનસ એક્સપ્રેસ,ટ્રેન નં.૧૨૯૯૬ અજમેર-બાંદરા ટર્મિનસ એક્સપ્રેસ,ટ્રેન નં.૦૯૦૮૪ દહાણું રોડ-બોરીવલી મેમૂ ટ્રેન નં.૦૯૧૪૪ વાપી- વિરાર મેમૂ,ટ્રેન નં.૯૩૦૧૫ બોરીવલી- દહાણુ રોડ લોકલ,ટ્રેન નં.૯૩૦૨૫ વિરાર- દહાણુ રોડ લોકલ,ટ્રેન નં.૯૩૦૨૪ દહાણુ રોડ-દાદર લોકલ,ટ્રેન નં.૯૩૦૩૦ દહાણુ રોડ-ચર્ચગેટ લોકલ ઉપરાંત મુંબઇથી ગુજરાત અને ગુજરાતથી મુંબઇ આવનારી ૩૬ ટ્રેનોને આંશિક રૃપે રદ તથા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.જેમાં કર્ણાવતી એક્સપ્રેસ,તેજસ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ,દાદર-ભુજ એક્સપ્રેસ,ભુજ- બાંદરા ટર્મિનસ એક્સપ્રેસ સહિત અમુક દહાણુ સુધીની લોકલ ટ્રેનોનો સમાવેશ થાય છે.વધુ જાણકારી માટે રેલવેના હેલ્પ લાઇન નંબર ૧૩૯ પર કોલ કરી શકાય તે સિવાય ૨૦ ટ ્રેનોને રેગ્યુલેટ કરવામાં આવી છે.જેમાં ટ્રેન નંબર ૧૯૦૧૫ મુંબઇ સેન્ટ્રલ- પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો સમાવેશ થાય છે.જે ૧.૫૦ કલાક મોડી દોડશે.૬ ટ્રેનોને વધારાનો હોલ્ટ અપાયો છે.જેમાં મહુવા-બાંદરા ટર્મિનસ એક્સપ્રેસ પણ સામેલ છે.
આ રવિવારે ફરી ગુજરાત-મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાઈ જશે

Leave a Comment