By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આ વખતે લડાઈ આંતરિક, કાર્યકર જ વિરોધી,જાતિવાદ સમીકરણ પણ નકામું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > આ વખતે લડાઈ આંતરિક, કાર્યકર જ વિરોધી,જાતિવાદ સમીકરણ પણ નકામું
GeneralGujarat NowSurat

આ વખતે લડાઈ આંતરિક, કાર્યકર જ વિરોધી,જાતિવાદ સમીકરણ પણ નકામું

HM News
Last updated: 08/02/2021 4:24 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરીથી આ વખતે વરાછા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધનું એપી સેન્ટર બનીને બહાર આવશે.પરંતુ ગત ટર્મની ચૂંટણીમાં જે પાટીદાર ફેક્ટર કામ કરી ગયું હતું તે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે બહુ લાભદાયક નીવડે તેવું લાગતું નથી.કેમ કે આ વખતે કેટલાક પાટીદારો કોંગ્રેસનો છેડો ફાડીને આમ આદમી પાર્ટી તરફ વળ્યા હોવાનું ગ્રાઉન્ડ લેવલ પરથી જણાયું છે. આવા સંજોગોમાં સુરત મહાનગર પાલિકાની વોર્ડ વ્યવસ્થા ત્રિસ્તરીય સંજોગોવશ થઇ શકે છે. તેમાં પણ ભાજપ પાસે નવા શોધી કાઢેલા ઉમેદવારોને જીતાડવા માટેનો પડકાર છે. વરાછામાં ‘પાસ’એ ભેરવેલા શિંગડાથી ‘આપ’ને લાડવો અને કોંગ્રેસને તમાશો થઇ ગયો તેવો માહોલ સર્જાયો છે. જેથી આ વખતે કાર્યકરો વચ્ચે જ આંતરિક ચૂંટણી લડાઇ જોવા મળે તો નવાઇની વાત નથી.

વરાછા,પુણા,સરથાણા વિસ્તારોમાંથી ગત 2015ની ટર્મમાં 36 બેઠકો કોંગ્રેસ જીતી હતી.આ વખતે પણ કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખવા માટે ઉમેદવારોને રિપીટ કર્યા છે.જ્યારે ભાજપામાં તો નો-રિપિટેશનના માહોલને પગલે અસંતોષનો માહોલ છે.પક્ષના નામે પથ્થરો પણ અગાઉ તરી ગયાં હોય આ વખતે પણ નવા ચહેરાઓને પાટિલે ટિકીટ ફાળવી દીધી છે.તેથી અંદરખાને વિરોધ પણ જણાઇ રહ્યો છે પરંતુ નો-રિપિટેશન ફોર્મુલા અપનાવવા પહેલાં જ પેજ પ્રમુખની સ્ટ્રેટેજી અપનાવી એક રીતે સીધા જ વોટરોને મળી ચૂંટણી પ્રચાર જ ચલાવ્યો છે.તેથી ભાજપાએ માત્ર કોંગ્રેસના મોટા માથા સિટિંગ કોર્પોરેટરોના વોર્ડોમાં જ વધુ ધ્યાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા જોઇ શકાય છે અને તેવું આગોતરું આયોજન કરાયું હોય 120 બેઠકો જીતવાનો પાટિલ દાવો પણ કરતાં આવ્યાં છે જે આગામી 23મી ફેબ્રુઆરીએ મત ગણતરીના દિવસે સ્પષ્ટ થઈ જશે.

ઉલ્લેખનિય છે કે તમામ પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરી ફોર્મ ભરવાની પ્રક્રિયા આટોપી લેવાઈ છે. વિવિધ વોર્ડ-બેઠકો માટેની ટિકિટ મળતાં હવે રવિવારથી જ વિવિધ પાર્ટીઓના ચૂંટણી કાર્યાલયોના ઉદ્ધાટન-બેનરો-બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે.આપ પાર્ટીએ તો રવિવારે જ રોડ શોનું આયોજન કરી દીધું હતું.જો કે ભાજપે ડોર ટુ ડોર મુલાકાત લેવાનું આરંભી દીધુ હતું. કોંગ્રેસના કાર્યાલયોમાં પણ બેઠકોનો દોર શરૂ થયો હતો.

9મીએ ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ
તારીખ 9મી એ ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી તારીખ હોય તે દિવસે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.અપક્ષના અને નાના પક્ષના ઉમેદવાર તો પોતાના વધુ સમર્થકો હોવાનું દર્શાવીને માત્ર મુખ્ય પક્ષના ઉમેદવારના વોટ તોડવા માટે ઉભા રહેતાં હોય છે ને ઉભા રખાતા હોય છે તેવાને સાથે તડજોડની રાજનીતી પણ ગરમાઇ રહી છે.પોતાના વોર્ડમાં અપક્ષ ઉમેદવારો,અન્ય નાના પક્ષોના ઉમેદવારોને બેસાડી દેવા માટે ની તડજોડ પણ શરૂ થઈ ગઈ છે.

ધાર્મિક : શા માટે ઉજવાય છે મકર સંક્રાંતિનો પર્વ? જાણો આ દિવસનું પુણ્ય કાળ અને ગ્રહ યોગ
મૂડીઝે ભારતનો GDP ગ્રોથ ફરી ઘટાડીને 5.3 ટકા અંદાજ્યો
ભાજપના ચાણકય અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નીતિન પટેલ અને CR પાટીલને શાનમાં સમજાવી દીધા : ‘માપ’માં રહેવા આડકતરો ઈશારો
ISROનું ‘મિશન સૂર્ય’ શું છે? આદિત્ય L-1 ખોલશે સૂર્યના અજાણ્યા રહસ્યો, જાણો મિશનની સંપૂર્ણ માહિતી
Ukraine War: ઝેલેન્સ્કીનું અંગ્રેજીમાં સંબોધન, વિશ્વભરના લોકોને રસ્તા પર ઉતરવા કરી અપીલ
Share This Article
Facebook Email Print
Previous Article સાવધાન…!! શેરબજાર માં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે…!!!
Next Article પોઝિટિવ કેસનો આંક 52721 પર પહોંચ્યો,મૃત્યુઆંક 1137 અને કુલ 51324 દર્દી રિકવર થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up