મુંબઇ નાં વિશ્વ વિખ્યાત લાલબાગ ચા રાજા આ વર્ષે ભક્તોને જાહેરમાં દર્શન નહી આપે.જી હા, આ વર્ષે લાલબાગ ખેતા ગણેશ ઉત્સવ યોજવામાં નહીં આવે. દેશભરમાં કોરોનાનો હોહોકાર છે અને તેમા પણ મહારાષ્ટ્ર અને તેમા પણ મુંબઇમાં કોરોના સંક્રમણ અને મોતની સંખ્યા દિલ દહેલાવી નાખે તેવી નોધવામાં આવી રહી છે,ત્યારે કોરોનાને કારણે આ વર્ષે લાલબાગ ગણેશ ઉત્સવ નહી કરવાનો નિર્ણય લેવાયો છે.
લાલબાગ ચા રાજા ગણેશ ઉત્સવ સમિતી દ્વારા આ વર્ષે ગણેશ મહોત્સવ નહીં મનાવાતા આરોગ્ય ઉત્સવ મનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિ દ્વારા 11 દિવસ રકતદાન કેમ્પ અને પ્લાઝમા થેરેપી કેમ્પ યોજી ગણેશ ઉત્સવમાં આરોગ્ય ઉત્સવ મનાવામા આવશે.આપને જણાવી દઇએ કે,લાલબાગ ચા રાજ દેશ – દુનિયામાં સૌથી ધનાઢ્ય ગણપતીઓમાંનાં એક છે અને દર વર્ષે અહી લાખો કરોડોની સંખ્યમાં ગણેશ ઉત્સવ દરમિયાન લોકો દર્શન માટે ઉમટી પડે છે.લાલબાગ ચા રાજા ગણેશ ઉત્સવ મુંબઇમાં છેલ્લા 86 વર્ષથી યોજાતો આવ્યો છે.મહોત્સવ આ વર્ષ કોરોનાનાં કાળમાં ભક્તોનાં હિતમાં રદ્દ કરાયો છે.


