– : સરહદ પર તેનાત જવાનોને 5 હજાર રાખડી મોકલાશે
ન્યુદિલ્હી : સમગ્ર દેશના નાના વેપારીઓના સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે આ વર્ષે રક્ષાબંધન પર્વ ઉપર ચાઈનીઝ રાખડીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.તથા હિન્દુસ્તાની રાખડી નું નિર્માણ કરવાનું કામ પુરજોશમાં શરૂ કરી દીધું છે.જેથી આ વર્ષે રાખડીની નિકાસ નહીં થવાથી ચીનને 4 હજાર કરોડ રૂપિયાનું નુકશાન જશે.
વધારામાં હિન્દુસ્તાન રાખડીના નિર્માણમાંથી 5 હજાર રાખડી સરહદ ઉપર તેનાત જવાનોને મોકલવાનું નક્કી કરાયું છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.


