આ વર્ષે પાંચમી જુલાઈ સુધીમાં લગભગ ૨૦૦૦ પૅસેન્જર્સને લઈને જતાં ૨૧ પ્લેન્સમાં હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી,કૅબિન પ્રેશર સમસ્યા કે વિન્ડશિલ્ડમાં તિરાડ જેવી સમસ્યા આવી છે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઉપરાછાપરી ઘટનાઓથી ફ્લાઇટ્સમાં સેફ્ટીને લઈને સવાલો ઊભા થયા છે.આ વર્ષે પાંચમી જુલાઈ સુધીમાં લગભગ ૨૦૦૦ પૅસેન્જર્સને લઈને જતાં ૨૧ પ્લેન્સમાં હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી,કૅબિન પ્રેશર સમસ્યા કે વિન્ડશિલ્ડમાં તિરાડ જેવી સમસ્યા આવી છે.વાસ્તવમાં આવી ૧૦ ઘટના તો છેલ્લા ૩૦ દિવસમાં જ નોંધાઈ છે.માત્ર છેલ્લા ૧૮ દિવસમાં સ્પાઇસજેટ પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોય એવી આઠ ઘટના બની છે.ઇન્દોરમાં લૅન્ડ થયા બાદ ઇન્ડિગોના પ્લેનમાં ધુમાડો રાયપુર-ઇન્દોર ઇન્ડિગો ફ્લાઇટ મંગળવારે લૅન્ડ થઈ એ પછી એની કૅબિનમાં ધુમાડો છવાયો હતો.એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશને ગઈ કાલે આ જાણકારી આપી હતી.તમામ પૅસેન્જર્સને સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતા.

