By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આ શુભ મૂહૂર્તમાં કરો ઘરે ગણેશજીનું સ્થાપન, ગણેશ ચોથના ચંદ્ર દર્શનથી લાગી શકે જીવન પર કલંક દોષ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આ શુભ મૂહૂર્તમાં કરો ઘરે ગણેશજીનું સ્થાપન, ગણેશ ચોથના ચંદ્ર દર્શનથી લાગી શકે જીવન પર કલંક દોષ
GeneralReligious

આ શુભ મૂહૂર્તમાં કરો ઘરે ગણેશજીનું સ્થાપન, ગણેશ ચોથના ચંદ્ર દર્શનથી લાગી શકે જીવન પર કલંક દોષ

HM News
Last updated: 21/08/2020 8:48 AM
HM News
5 years ago
Share
SHARE

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણને પણ આજ ચતુર્થી ચંદ્ર દર્શનનો દોષ લાગ્યો હતો.જેને કારણે તેમના પર સ્યામંતક મણી ચોરીનો અને ખૂનનો આરોપ લાગ્યો હતો.આમ ભગવાન કૃષ્ણ પણ શ્રી ગણેશજીએ ચોથના ચંદ્રને આપેલા કલંક દોષ ના શ્રાપથી બચી શક્યા ન હતા.

શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીના ચંદ્ર દર્શન મનાય છે અશુભ

તેથી જ શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થીના ચંદ્ર દર્શન ને અશુભ માનવામાં આવે છે.ભક્તજનોની શાસ્ત્રમાં બતાવ્યા મુજબની સાવધાની રાખી ચંદ્રના આ ચતુર્થી ચંદ્ર ના કલંકદોષ થી બચવું જોઈએ અને જીવનપર્યંત યાદ રાખવું જોઈએ.પરંતુ ભૂલથી પણ જો દર્શન થઈ જાય તો કહેવાય છે કે વર્ષ પર્યંતમાં કોઈ બીજાના દોષ નો કે ચોરીનો આરોપ આપણા શિરે આવે છે અને જીવન પર કલંક દોષ લાગે છે.

ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશની વચ્ચે સંકલ્પ કરી આ કલંકદોષમાંથી મુક્તિ મળે

શાસ્ત્રમાં ઉપાય બતાવ્યા અનુસાર જો દોષ લાગી જાય તો ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશની વચ્ચે સંકલ્પ કરી આ કલંકદોષમાંથી મુક્તિ મળે તેવા ભાવ સાથે આપેલા મંત્રનીએક માળા ત્રણ દિવસ સુધી કરવી જોઈએ.
સિંહ પ્રસેન મણ્વધીત્સિંહો જામ્બવતા હત:
સુકુમાર મા રોદીસ્ત્વ હ્યોષ સ્યમંતક:
અથવા ગણેશ ચતુર્થી થી અનંત ચૌદશની વચ્ચે પાંચ ઉપવાસ રાખી ગણેશજીની આરાધના કરવામાં આવે અનેઓમ ગં ગણપતયે નમઃમંત્રની રાત્રે સુતા પહેલા એક માળા કરી કલંક દોષ મુક્તિની પ્રાર્થના કરવામાં આવે તો ચોક્કસ આ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે.

ગણેશ સ્થાપન ના શુભ મુહૂર્ત

સવારે ૭-૫૫ થી ૯-૩૧ શુભ
અભિજીત બપોરે ૧૨-૧૭ થી ૧૩-૦૮
બપોરે ૧૨-૪૨ થી ૧૪-૧૮ ચલ
સાજે ૧૫-૫૩ થી ૧૭-૨૦ અમૃત
સાજે ૧૯-૦૫થી ૨૦-૨૯ લાભ
રાત્રે ૨૧-૫૩ થી ૨૩-૧૮ શુભ
સૌથી પ્રથમ ગણેશજીની પૂજા કરવાથી કાર્ય નિર્વિઘ્ને પાર પડે

ગણેશજીને શાસ્ત્રમાં પ્રથમ પૂજ્ય દેવ કહ્યા છે સૌથી પ્રથમ ગણેશજીની પૂજા કરવાથી કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે અને જીવનમાં શુભતા આવે છે વિઘ્નો દૂર થાય છે તેમજ કાર્યોમાં સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. માટે આ જ આશયથી ભક્તો ગણેશ ચતુર્થીના પર્વ થી ગણેશજી નું સ્થાપન પોતાની આસ્થા અનુસાર માટીની મૂર્તિ લાવી અથવા બનાવી ઘર ઓફિસ ફેક્ટરી પર ગણેશ સ્થાપન કરી આસ્થા અનુસાર પૂજન કરે છે.

બ્રિટનની યુવતીએ કહ્યું, ડાર્લિંગ તમને મળીને ખુબ પ્રેમ કરવો છે પણ ઇન્ડિયન કરન્સી નથી અને…
વડોદરા છેલ્લા 12 દિવસથી પાણીની લાઇનમાં લીકેજથી હજારો લીટર પાણી વેડફાઈ ગયું
સુરત-દ.ગુજ.માં 10 થી 12 જુન વચ્ચે અતિ હળવા વરસાદની આગાહી
બેનામી લેવડદેવડ કાયદા અંગે સુપ્રીમના ચુકાદાની વિરુદ્ધ CBDTની સમીક્ષા અરજી
મુંબઇ-કચ્છ વચ્ચેના દરિયામાં ત્રણ ફેરી સર્વિસ શરૂ કરવા સરકાર તૈયાર : સીધુ મુંદ્રા કનેકશન
Share This Article
Facebook Email Print
Previous Article છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી
Next Article મહિલાએ તલાક માંગ્યા,કહ્યું- મારો પતિ ખૂબ પ્રેમ કરે છે, ઝઘડતો નથી, આવા માહોલમાં જીવી ના શકું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up