કોઇપણ વારે આવતી અમાસ કરતા સોમવારે આવતી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે. વિક્રમ સંવત 2076ની 20 જુલાઈનાં રોજ આવતી અમાસ અંતિમ છે. સોમવતી અમાસ દેવાધિદેવ મહાદેવની સાથે ભગવાન વિષ્ણુ,પિતૃકૃપા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.અષાઢની અમાસને દિવાસા તરીકે પણ ઉજવવામાં આવે છે. 21મી જુલાઇથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થાય છે.
આ વખતે 20 જુલાઈએ હરિયાળી અમાસ પણ છે.આ દિવસે હર્ષણ યોગ, પુનર્વસુ નક્ષત્ર, સોમવાર અને અમાસનો વિશેષ સંયોગ બની રહ્યો છે.આ દિવસે હરિયાળી અને સોમવતી અમાસ પર્વ એકસાથે ઉજવાશે.એટલે આ પર્વ વધારે ખાસ થઇ ગયો છે.હરિયાળી અમાસે 5 ગ્રહ પોત-પોતાની રાશિઓમાં રહેશે.5 ગ્રહના સ્વગૃહી હોવાથી આ દિવસે કરવામાં આવેલ સ્નાન અને દાન વધારે પુણ્ય ફળદાયી રહેશે.આ પર્વમાં કરેલા શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓ તૃપ્ત થાય છે.ભગવાન શિવ-પાર્વતીની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે.હરિયાળી અમાસે ખેતરમાં કામ આવતાં હથિયારોની પૂજા કરવાની પરંપરા છે.
20 વર્ષ બાદ સોમવાર અને હરિયાળી અમાસનો સંયોગ બની રહ્યો છે.આ પહેલાં 31 જુલાઈ 2000માં સોમવતી અને હરિયાળી અમાસ એક સાથે હતી. ત્યાર બાદ 2004માં અષાઢ મહિનામાં અધિક માસ દરમિયાન સોમવારે અમાસનો પર્વ ઉજવવામાં આવ્યો હતો.આ વર્ષે હરિયાળી અમાસના દિવસે ચંદ્ર,બુધ,ગુરુ,શુક્ર અને શનિ ગ્રહ પોત-પોતાની રાશિઓમાં રહેશે.ગ્રહોની આ સ્થિતિનો શુભ પ્રભાવ અનેક રાશિઓ ઉપર જોવા મળશે.અષાઢમાં અમાસનો સંયોગ 16 વર્ષ બાદ બની રહ્યો છે.આ પહેલાં 2004માં અધિક માસ દરમિયાન આ પર્વ ઉજવવામાં આવ્યો હતો.
નારદ પુરાણ પ્રમાણે અષાઢ મહિનાની અમાસે પિતૃ શ્રાદ્ધ, દાન, દેવ પૂજા તથા વૃક્ષ વાવવા જેવા શુભ કામ કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. જેમની કુંડળીમાં કાલસર્પ દોષ,શનિની દશા અને પિતૃ દોષ છે.તેમણે શિવલિંગ ઉપર પંચામૃત ચઢાવવું જોઇએ.આ દિવસે ઓમ વિષ્ણુવે નમ મંત્રનો જાપ અથવા શ્રીવિષ્ણુસહશ્ત્રનામ સ્તોતનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે.આ સાથે શિવમહિમ્નસ્ત્રોત કરવો પણ ઘણો સારો માનવામાં આવે છે.આ દિવસે તમે શિવલીંગ પર જળાભિષેક કરવું પણ શ્રેષ્ઠ ફળ આપનારૂં છે.


