દુનિયાના સૌથી તાકતવર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ માટે ભારતની મહેમાનગતિ માણવા આવ્યા છે. આજની રાત તેઓ દિલ્હીમાં વિતાવશે ચાણકયપુરીની ITC Maurya હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. આ હોટલમાં તેમના માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રિપોર્ટ અનુસાર હોટલના ચાણકય સ્યુટમાં ઉતરનારા ટ્રમ્પ ચોથા કનિદૈ લાકિઅ રાષ્ટ્રપતિ છે. આ પહેલા બિલ કિલંટન, જયોર્જ ડબલ્યુ બુશ અને બરાક ઓબામા પણ આ જ હોયલમાં આ પહેલા રહી ચુકયા છે. લકઝરી હોટલના ૧૪માં માળે આ સ્યુટ આવેલો છે. હોટલના આ ગ્રાંડ પ્રેસિડેંશિયલ સ્યુટમાં ખાસ આર્ટવર્ક કરવામાં આવ્યુ છે જયાં ખાસ રિસેપ્શન, લિવિંગ રૂમ, સ્ટડી, પ્રાઇવેટ ડાઈનિંગ રૂમ, મિની સ્પા અને જિમ જેવી સુવિધાઓથી સજ્જ છે. ટ્રમ્પની સાથે પુત્રી ઇવાંકા અને જમાઈ જે કુશર પણ આ જ હોટલમાં ઉતરશે. આ ભારતની એકમાત્ર એવી હોટલ છે જેનું ઉનડોર એર કવોલિટી WHOના સ્ટાન્ડર્ડનું છે. એક રિપોર્ટ અનુસાર હોટલમાં પહેલા જ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવ્યુ છે. ડાયટ કોક, ચેરી વેનિલા આઇસ્ક્રીમ સ્ટોર કરી લેવામાં આવ્યા છે. ITC Maurya હોટલનો આ ગ્રાન્ડ સ્યુટ ૪૬૦૦ સ્કેરફૂટનો છે. એક રાત્રી રોકાણનો ખર્ચ ૮ લાખ કનિદૈ લાકિઅ રૂપિયા છે. દુનિયાની સૌથી લકઝરી હોટલમાં તેનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે તેના પરિવાર સાથે ભારતમાં આવ્યા છે.

