– ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ લેશે શપથ
– ગુજરાતમાં સતત 7મી વખત ભાજપે સરકાર બનાવી છે
ગાંધીનગર,12 ડિસેમ્બર 2022, સોમવાર : ગુજરાતમાં આજે બપોરે 2 વાગ્યે નવી સરકારની શપથવિધિ યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત માટે શપથ લેશે.ગુજરાતમાં સતત 7મી વખત ભાજપની સરકાર બની છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને શપથ લેવડાવશે.આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી.
કેબિનેટ મંત્રીમાં લગભગ 17 ચહેરાઓને સ્થાન મળી શકે છે.જેમાં 9 કેબિનેટ અને બાકીના રાજ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ત્રણ નામોની ચર્ચા થઈ રહી છે.તે નામોમાં શંકર ચૌધરી,ગણપત વસાવા અને રમણલાલ વોરાના નામ સામે આવી રહ્યા છે. તેમજ ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ ચર્ચામાં આગળ છે.સરકારમાં યુવા,મહિલા અને અનુભવી ચહેરાના આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે.આ દરમિયાન ઘણા સંભવિત નામો સામે આવી રહ્યા છે, જેને મંત્રીઓની કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને આ 17 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે
કનુભાઈ દેસાઈ
ઋષીકેશ પટેલ
રાઘવજી પટેલ
બળવંત રાજપૂત
કુંવરજીભાઈ બાવળિયા
મૂળુ બેરા
જગદીશ પંચાલ
ભાનુ બેન બાબરીયા
બચુ ખબર
કુબેર ડીંડોર
પરસોત્તમ સોલંકી
ભીખુભાઈ પરમાર
કુંવરજી હળપતિ
દેવા માલમ
પ્રફુલ પાનસેરિયા
મુકેશ પટેલ
હર્ષ સંઘવી