– સંપાદનથી ખેડૂતોની આજીવિકાને અસર
જીઆઇડીસી માટે સંપાદન કરાયેલી ઇચ્છાપોરની જમીનનો 33 વર્ષ બાદ જીઆઇડીસી દ્વારા કબજો લેવાની કામગીરી શરૂ કરાતા આ જમીનના માલિકો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.ઇચ્છાપોર ગામના ખેડૂતોએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં સરકાર દ્વારા 1987માં ઇચ્છાપોર,ભાટપોર,કવાર અને મોરા વિસ્તારના 400 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી હતી.ઇચ્છાપોરના કેટલાક ખેડૂતોએ આ જમીનનો એવોર્ડ પણ લીધો નથી.જ્યારે જીઆઇડીસીએ 33 વર્ષ દરમિયાન આ જમીન પર વિકાસના કામો કર્યા નથી અને જમીન મુળ માલિકના કબજામાં છે.અહીં ગામવાસીઓના મકાન પણ આવેલા છે અને જમીન પર ખેતી પણ કરી રહ્યા છે.ત્યારે જીઆઇડીસી દ્વારા હવે જમીનનો કબજો લેવા માટે પ્રયાસો કરવામાં આવે છે.જો આ જમીન જીઆઇડીસી લઇ લેશે તો ઘણા પરિવારોની આજીવિકાનો પ્રશ્ન ઉભો થાય છે.ત્યારે ગામવાસીઓના હિતમાં આ પ્રક્રિયા અટકાવી દેવા માટેની માંગણી કરવામાં આવી છે.


