મિસ્ત્રની સ્પેશિયલ ફોર્સનો અધિકારી બાદમાં આતંકી સંગઠન સાથે જોડાઈ ગયો હતો : સુરક્ષા જવાનો પર સૌથી મોટા હુમલાના આરોપમાં સજા ફટકારી
નવી દિલ્હી : ઈજિપ્તના સૌથી ખૂંખાર મનાતા ઈસ્લામી આતંકી હિશમ અશ્માવીને બુધવારના રોજ સવારે ફાંસીએ લટકાવી દીધો હતો. મિસ્ત્રની સેનાના જણાવ્યા અનુસાર અશ્માવીને પૂર્વી લીબિયાના ડેર્ના શહેરમાંથી 2018માં ઝડપી લેવામાં આવ્યો હતો. સુરક્ષા જવાનો પર મોટા હુમલાના આરોપમાં તેની ધરપકડ થઈ હતી. તેને બેવડી મોતની સજા ફટકારી અકિલા હતી. અશ્માવી પહેલા મિસ્ત્રની સ્પેશિયલ ફોર્સનો અધિકારી હતો, પણ બાદમાં તે અંસાર બાયત અલ મકસિદના આતંકી સંગઠન સાથે જોડાઈ ગયો હતો અને 2014માં ઈસ્લામી સ્ટેટમાં સામેલ થયો હતો. તે ઈજિપ્તના સૌથી ખૂંખાર આતંકીમાનો એક હતો. નવેમ્બર 2019માં મિસ્ત્રની સેનાએ અશ્માવીને અનેક આતંકી હુમલાના આરોપમાં સામેલ હોવાના કારણે મોતની સજા ફટકારી હતી.