– ઇમરાન ખાને ભારત,ઇઝરાયલ અને અમેરિકા જેવા કેટલાંય દેશોની સાથે સંબંધો પર વાતચીત કરી
– ઇમરાન ખાને ઇઝરાયલ અને ભારતને નજીકના મિત્રો ગણાવ્યા
– પેલેસ્ટાઇન અને કાશ્મીરની સ્થિતિ મળતી આવે છે એવામાં ભારત અને ઇઝારયલની દોસ્તી કેટલી ખતરનાક : ઇમરાન ખાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તાજેતરમાં આવેલા એક ઇન્ટરવ્યુમાં કેટલાંય મુદ્દાને લઇ વિસ્તારથી વાત કરી.આ ઇન્ટરવ્યુમાં ઇમરાને ભારત,ઇઝરાયલ અને અમેરિકા જેવા કેટલાંય દેશોની સાથે સંબંધો પર વાતચીત કરી.તેમણે ફરી એકવખત ભારપૂર્વક કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે તાલિબાનને માન્યતા આપવી જોઇએ.
ઇમરાન ખાને ઇઝરાયલ અને ભારતને નજીકના મિત્રો ગણાવ્યા છે અને કહ્યું કે ઇઝરાયલનો પ્રવાસ કર્યા બાદ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ની સાલમાં કાશ્મીરને લઇ આટલી મોટી નીતિ લાગૂ કરી હતી.ઇમરાન ખાને 11 ઑક્ટોબરના રોજ મિડલ ઇસ્ટ આઇને આપેલા ઇન્ટરવ્યુમાં અફઘાનિસ્તાન,ભારત,ઇઝરાયલ અને અમેરિકાની સાથેના સંબંધોને લઇ કેટલાંય પ્રશ્નોના જવાબ આપ્યા.
પેલેસ્ટાઇન અને કાશ્મીરની સ્થિતિ મળતી આવે છે એવામાં ભારત અને ઇઝારયલની દોસ્તી કેટલી ખતરનાક છે? આ પ્રશ્ન પર ઇમરાન ખાને કહ્યું કે તેમાં કોઇ બેમત નથી કે ભારત-ઇઝરાયલ ખૂબ જ નજીક છે. ઇઝરાયલના પ્રવાસ બાદ જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરને લઇ આટલી મોટી અને કઠોર નીતિ લાગૂ કરી હતી.
ઇઝરાયલની જેમ ભારત કંઇપણ કરીને બચી શકે છે
ઇમરાનખાને કહ્યું કે શું તેનો મતલબ એવો નીકાળી શકાય કે તેમને ઇઝરાયલથી ઇશારો મળ્યો હતો કારણ કે ઇઝરાયલ પણ કંઇક આવું જ કરી રહ્યું છે. તેમણે એક મજબૂત તંત્ર બનાવ્યું છે અને તે કોઇપણ પ્રકારના વિરોધે કચડી રહ્યા છે. તેઓ પોતાના લોકોને મોકલીને કોઇને પણ જાનથી મારી નાંખે છએ અને તેમને પૂરી ઇમ્યુનિટી (સુરક્ષા કવચ) મળેલી હોય છે. સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કોઇપણ નિવેદન આપે પરંતુ તેમને ખબર છે કે અમેરિકા પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને તેને બચાવી લેશે.

